Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાડીઓ મુકવા બાબતે અગાઉના ઝઘડાની રીસ રાખી આધેડ પર બે ભાઇઓનો હુમલો

Share

ભરૂચ.

ભરૂચ તલુકામાં આવેલાં લુવારા ગામે રહેતાં 57 વર્ષીય યુસુફ ઉર્ફે મુન્નાભાઇ ઇસ્માઇલ પટેલ સાથે છએક મહિના પહેલાં તેમના ગામમાં રહેતાં આદિલ યુસુફવલી દાદુ તેમજ યાકીબ યુસુફ વલી દાદુ સાથે બન્ને પક્ષની ગાડી મુકવા બાબતે બોલાચાલી થઇ હતી. દરમિયાનમાં ગત શનિવારે સાંજના સમયે યુસુફ ઉર્ફે મુન્નાભાઇ પટેલ તેમના નોકર રમેશ વસાવા સાથે તેમની રીક્ષામાં સાગર પેટ્રોલપંપ પરથી ડિઝલ લાવી પરત આવતાં હતાં. તે વેળાં ગામની દરગાહ પાસે આદિલ યુસુફવલી દાદુ તેમજ યાકીબ યુસુફ વલી દાદુ બન્ને ઉભા હતાં. તે વેળાં યુસુફે રીક્ષાનો હોર્ન વગાડી રસ્તો ખુલ્લો કરવા કહેતાં બન્ને અચાનક ઉશ્કેરાઇ ગયાં હતાં. તેમજ તારે લડવું છે ? તેમ કહીં તેઓએ યુસુફને રીક્ષામાંથી બહાર કાઢી માર માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત હવે જો મળીશ તો જીવતો નહીં રહેવા દઇએ કહીં ધમકીઓ આપી જતાં રહ્યાં હતાં. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં બનાવ સંદર્ભે તેમણે નબીપુર પોલીસ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પાલેજ નગર સહિત પંથકમાં ઇદુલ અઝહા પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં CAA નાં વિરોધમાં વેપાર ધંધા બંધ રેલી યોજી રાષ્ટ્રગીત ગાઈ વિરોધ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગોનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!