Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દેવલામાં ડોલિયાથી દેવણા બ્રિજની 10 વર્ષથી ચાલતી કામગીરી વહેલી પુર્ણ કરવા રજૂઆત

Share

ભરૂચ.
દેવલા જીલ્લા પંચાયત કોંગ્રેસ આગેવાનો દ્વારા ડોલિયા થી દેણવા માર્ગ પરના બ્રિજના નિર્માણમાં છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહેલા વિલંબ મુદ્દે આજે તાત્કાલિક પગલા લેવા સંદીપ માંગરોલા સમક્ષ રજૂઆત માટે માગણી કરવામાં આવી હતી.
સંદીપ માંગરોલા દ્વારા સ્થળ ઉપરની પરિસ્થિતિનું અવલોકન કરી સેક્રેટરી શ્રી પટેલીયા તથા કાર્યપાલક ઈજનેર ભરૂચને ટેલિફોનિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ આગેવાનો એ સ્પષ્ટ કર્યું કે લાંબા સમયથી ચાલતા આ વિલંબને કારણે સ્થાનિક પ્રજાજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ મીઠા ઉદ્યોગ અને દૈનિક મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રિજ કાર્ય તાત્કાલિક પૂર્ણ થાય અને જાહેર જનતાને રાહત મળે તેવા તાકીદના પગલા લેવા માંગણી કરવામાં આવી છે.

Share

Related posts

આમોદ પાસે કેમિકલ ભરેલ ટેન્કર મા આગ.. ચાલક નો આબાદ બચાવ..

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે કીમ નદીમાં તણાઈ ગયેલા યુવકની લાશ જૂની કોસાડીથી મળી.

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!