Proud of Gujarat
bharuchCrime & scandalCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગણેશોત્સવને ઇકો-ફ્રેન્ડલી બનાવીએ, પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારી નિભાવીએ

Share

ભરૂચ

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી,  ભરૂચ દ્વારા નર્મદા નદીને પ્રદુષણ મુક્ત રાખી આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણનો વારસો આપવા જાહેર જનતાને અપીલ
  • પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓનો વપરાશ કરીશું નહિ અને પાણીમાં સરળતાથી ઓગળી જાય તેવી માટીની ઇકો ફેન્ડલી મૂર્તિઓ જ નર્મદા નદીમાં વિસર્જિત કરીશું.
  • પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓના વિસર્જન બાદ થતાં પ્રદુષણથી જળ સૃષ્ટિને થતાં નુકશાનને ધ્યાને લઈને ગણેશ મંડળોએ ભરૂચ અને નર્મદા નદીને પ્રદુષણથી બચાવવા માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના જ કરવી.
  • સીંગલ યુઝ પ્લાસ્ટીક તથા થર્મોકોલનો ઉપયોગ મૂર્તિની બનાવટમાં તથા સાજ સજાવટમાં ન કરતાં માત્ર ઇકો ફ્રેન્ડલી સામ્રગીનો ઉપયોગ કરવો.
  •  ગણેશ મંડળોએ શ્રધ્ધા રાખીએ મોટી, મૂર્તિ રાખીએ નાની – ના સુત્રને અનુસરીને નાની સાઈઝની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી. મુર્તિઓના રંગોમાં કેમીકલ્સનો ઉપયોગ કરવો નહિ તથા કુદરતી રંગોમટીરીયલ્સનો જ ઉપયોગ કરવો. અને ફૂલ માળાકપડા જેવી સાજ સજાવટ સાથે મૂર્તિઓનું વિસર્જન કરવું નહિ.
                  શ્રદ્ધાળુઓ આ વાત યાદ રાખો જો પર્યાવરણને આપણે માન ન આપીએ તો આપણે ભગવાનને ક્યારેય માન ન આપી શકીએ. ગણેશ મંડળોના સહકારથી ભરૂચની નર્મદા નદી સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રહી શકે છે. આ પગલાં દ્વારા આપણે આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણનો વારસો છોડી શકીશું. ભરૂચ જીલ્લાની જાહેર જનતાને પર્યાવરણને નુકશાન ન થાય અને ગણેશ તહેવારનો ઇકો ફ્રેન્ડલી ઉજવણી માટેનો સંકલ્પ કરવા સૌને સહકારની અપેક્ષાએ અપીલ કરવામાં આવે છે.
Advertisement

Share

Related posts

ભારતીય ટ્રાયબલ પાર્ટીને કારણદર્શક નોટીસ : ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલજિલ્લા કલેક્ટરનું તેડું

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ફોરેસ્ટ થાણા નર્સરી ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

કરજણ તાલુકાનાં પત્રકારો દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!