Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતી મહિલાને સોસાયટીના ગેટ પરથી બે ઈસમોએ વાતોમાં ભોળવી મંગળસૂત્ર અને કાનની કળી 1.67 લાખના મુદ્દામાલ લઈ ફરાર થઇ ગયા હતા.

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગણેશ પાર્ક-3 સોસાયટીમાં રહેતા હીરાબેન પ્રભાકર ખરાડે ગતરોજ સાંજે પોતાની દીકરીને ત્યાં જવા માટે નીકળ્યા હતા.તે સમયે તેઓની સોસાયટીના ગેટની પાસે બે ઈસમો મળ્યા હતા.જેઓએ હીરાબેનને રોકી બંને ઈસમોએ તેઓના શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે.અને શેઠ ગરીબ લોકોને દાન આપે છે.અમે તમને પણ દાન અપાવીશું કહી લઈ ગયા હતા.અને માર્ગમાં મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કળી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી 1.67 લાખના મુદ્દામાલ સેરવી લઈ ફરાર થઇ ગયા હતા.છેતરપીંડી અંગે મહિલાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

દહેજમાં વીજ કટોકટીથી ઉદ્યોગો હાંફ્યા : રોજ 4થી 5 કલાક અણધાર્યા પાવરકાપથી ઉત્પાદનને ફટકો : અડધા દહેજમાં 12થી 14 કલાક ઝીરો પાવર બાદ પણ સમસ્યા યથાવત્;

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખતર બ્રાંચનો 66 મો સ્થાપના દિવસ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ : કોવિડ મહામારીમાં વોરિયર્સ તરીકે કાર્ય કરનારને પંડિત ઓમકારનાથ હોલ ખાતે નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!