Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ શહેરના બગાસીયા ચોળા વિસ્તારમા આમોદ શહેરના એક નાગરિક મુકેશભાઈ દરજીને માથાના ભાગે અને પગના ભાગે ભેટી મારતા ગંભીર ઇજા થઈ હતી.

Share

આમોદ નગરપાલિકાની વિસ્તારમાં રખડતા ઢોર નો વધી ગયેલ ત્રાસ ના સમાચાર અગાઉ મીડિયામાં પ્રસિધ્ધ થયેલ અને મુખ્ય અધિકારી ને નગરજનો દ્વારા મૌખિક પણ રજૂઆત થયેલ પરંતુ મુખ્ય અધિકારી પોતાના એ.સી.ચેમ્બર માંથી બહાર નિકળતા નથી.જેના કારણે આમોદ શહેરનો એક નાગરિક મુકેશ ભાઈ દરજી કે જેઓને પેરાલિસિસ છે જે ત્રણ વાર ગાયની ભેટી થી લોહી લુહાણ થયા.જેથી નગર પાલિકાના મુખ્ય અધિકારી ની ગંભીર બેદરકારી ને લઇ નગરજનોના જીવ જોખમમાં..  મળતી માહિતી મુજબ આમોદ શહેરના બગાસીયા ચોળા વિસ્તારમા આમોદ શહેરના એક નાગરિક મુકેશભાઈ દરજીને માથાના ભાગે અને પગના ભાગે ભેટી મારતા ગંભીર ઇજા થઈ હતી. જો સ્થાનિકો મદદ. માટે દોડી ના ગયા હોત તો મુકેશભાઈ નો ગાય પાસેથી બચાવ કરી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..

આમોદ નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટેની કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી તેમ છતાં પણ આમોદ નગરપાલિકાએ ₹4 લાખના ખર્ચે હાલમાં ઢોર ડબ્બો રીપેર કરવાનો ખર્ચો કર્યો. છતાં પણ રખડતા ઢોર ને પકડી વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા સાંજના સમયે કેટલાક પશુ માલિકો આ રખડતા પશુઓને દૂધ કાઢવાના સમયે બાઇક લઈને આવી બજારમાંથી દોડાવી લઈ જતા પણ જોવાય છે તેમ છતાં પણ નગરપાલિકામાં કુંભ નિંદ્રામાં..

Advertisement

નગરપાલિકા ક્યારે રખડતા ઢોરોને પાંજરે પૂરશે? સાંજના સમયે અને સવારના સમયે શાકભાજીની લારી અને ફ્રુટની લારી વાળા પણ રખડતા પશુઓથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જ્યારે કેટલીક વાર બઝાર માંથી ખરીદી કરી જતી મહિલાઓ ના હાથની થેલી પણ ઝૂંટવી લે છે.નાના નાના બાળકો પર આ રખડતા પશુઓ થી બચવા માટે અવારનવાર જીવના જોખમે તેમની પાસેથી પસાર થવા મજબૂત બને છે.

તો શું આમોદ નગરપાલિકા હવે કોઈનો જીવ ગયા બાદ આ રખડતા પશુઓને પાંજરે પૂરશે ?

બાઈટ.. મુકેશભાઈ દરજી.. સ્થાનિક પીડિત દર્દી..


Share

Related posts

પાવીજેતપુર તાલુકાના કલારાણી કોલેજ ખાતે વ્યાખ્યાન કાર્યક્રમનું કરાયું આયોજન.

ProudOfGujarat

KARGIL VIJAY DIVAS: દરેક ભારતીય માટે ગર્વનો દિવસ : વીરતા અને ગૌરવની શૌર્યકથા.

ProudOfGujarat

અંકલેશ્વરથી કુકરમુંડા સુધી એસટી બસ સેવા શરૂ કરાઈ, સાંસદ અને ડ્રાઇવર-કંડક્ટરનું ઠેર-ઠેર સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!