Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

​’વિકસિત ગુજરાત’માં જીવનું જોખમ, વિદ્યાર્થીઓ બસના દરવાજે લટકીને મુસાફરી કરવા મજબૂર, એસ.ટી. તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

Share

‘વિકસિત ગુજરાત’ના દાવાઓ સામે ભરૂચ-જંબુસર રૂટ પરની બસ સેવાઓની પોલ ખુલી ગઈ છે. બસોની અછતને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ જીવના જોખમે બસના દરવાજે લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તાજેતરમાં, ભરૂચથી જંબુસર જતી GJ 18 Z 9091 નંબરની બસનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ ખતરનાક રીતે લટકીને મુસાફરી કરી રહ્યા છે. આ ઘટના એસ.ટી. તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. આ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની બસો ફાળવવી અને પીક અવર્સ દરમિયાન નિયમિત સેવાઓ પૂરી પાડવી અત્યંત જરૂરી છે. જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતિ છે, અને તેની જવાબદારી સીધી રીતે તંત્રની રહેશે. આ પરિસ્થિતિએ સામાન્ય નાગરિકોમાં ભારે રોષ પેદા કર્યો છે.

Advertisement

Share

Related posts

મહુધા ખાતે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયપત્રોનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત કંપાઉન્ડમાં જિલ્લા પંચાયતના રેકોર્ડ રૂમનું ખાત મુહૂર્ત કરાયું.

ProudOfGujarat

સ્વચ્છતાના ધજાગરા : ગંદકીથી ઉભરાતી પેટીઓ, ભરૂચમાં પશુ દવાખાના બહાર જ કચરાના ઢગ જામ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!