Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોસમડી ગામ ખાતે ગુમ થયેલ બાળક ને જીઆઇડીસી પોલીસે ગણતરીના સમય ટેક્નિકલ સર્વેલન્સ થી શોધી કાઢ્યો હતો.

Share

11 વર્ષનું બાળક સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસીની પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી ભરૂચ થી શોધી કાઢી પરિવાર જોડે મેળાપ કરાવી આપ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ના કોસમડી વિસ્તારમાં થી 11 વર્ષનો એક બાળક કોઈ કારણસર માઠું લાગી આવતા પોતાની સાયકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. બાળકના વાલી એ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.રાઠોડ તરત જ અલગ-અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી. પોલીસે બાળકો ના ઘરથી લઈને મુખ્ય રસ્તા પરના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા.  તેમાં બાળકો પ્રતિન ચોકડી થી ભરૂચ તરફ જતો  દેખાયો  હતો. પોલીસ અને સગા-સંબંધીઓ ભરૂચમાં શોધખોળ કરતા બાળક માતરીયા તળાવ પાસેથી સહી સલામત મળી આવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમ વર્ક દ્વારા ગણતરીના સમયમાં બાળક ને શોધી કાઢ્યો અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Advertisement

Share

Related posts

બોરસદ-રાસ રોડ પર પુરપાટ આવતી કારે એક્ટિવાને ટક્કર મારતા પિતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

તસ્કરોએ તરખાટ મચાવ્યો:* ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા, તિજોરી ન તુટતાં સ્થળ પર જ મુકી પલાયન થયા

ProudOfGujarat

અમદાવાદ સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદ વિરામ લેતા ધુમ્મસનું વાતાવરણ જામ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!