Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોસમડી ગામના તળાવમાં રાજસ્થાની વેપારીએ જીવન ટૂંકાવી લીધું

Share

કોસમડી ગામના તળાવમાં 40 વર્ષીય રાજસ્થાની વેપારીએ જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે. ગત રોજ બપોરે 3.30 ઘર માંથી કોઈ ને કહ્યા વગર નીકળી ગયા હતા. પરિવાર તેમને શોધતા રહ્યા અને તેમને કોસમડી તળાવ માં મોત ની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. કોસમડી તળાવ પાસે રહેલા બાગ માં તેમના આંટાફેરા મારતા હોવાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયા હતા. વેપારીએ આપઘાત પાછળ નું કારણ અકબંધ રહેવા પામ્યું છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા 40 વર્ષીય રાજસ્થાની વેપારી હરિરામ ઉર્ફે હરીશ કિશનલાલ બિશ્નોઈએ કોસમડી ગામના તળાવમાં મોત ને વહાલું કરી લીધું હોવાની ઘટના સામે આવી છે. હરિરામ ઉર્ફે હરીશ કિશનલાલ બિશ્નોઈ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક આવેલ મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા હતા. તેઓ નિરમા સ્ટીલ નામની દુકાન ધરાવતા હતા. ગત 29 મી ઓગસ્ટના રોજ બપોરે તેઓ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયા હતા.પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન 30 મી ના રોજ સવારે તેમના મૃતદેહ કોસમડી ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસ અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તળાવ નજીક ના બાગમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં વેપારી આપઘાત પૂર્વેના ફૂટેજ કેદ થયા છે. વેપારીએ આપઘાત કરવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. જીઆઇડીસી પોલીસે મૃતદેહને પી.એમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે ખાતે નર્મદા જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી.

ProudOfGujarat

કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી કામદારોનું શોષણ થતું હોવાની ફરિયાદ સાથે કાર્બન કંપની માં હડતાળ…

ProudOfGujarat

ભરૂચ : નાંદ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!