જીઆઇડીસી માર્ગ પર રોડ સાઈડ માં કાસ પાસે ગાય ફસાઈ હોવાની જાણ રાહદારી લોકોને થઈ હતી. રાહદારી લોકો દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કઢાઈ હતી.
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી ખાતે આજરોજ એક ગાય રોડ સાઈડ પર આવેલ કાંસ માં કીચડ ની દલદલ માં એકદમ ખરાબ રીતે ફસાઈ જવા પામી હતી. જે નીકળી શકતી ના હતી. જે અંગે જાણ સ્થાનિક યુવકો ને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મહા જહેમતે ગાય ને ખેંચી ને બહાર કાઢી હતી. સુરક્ષિત રીતે બહાર નીકળતાં જ ગાય માર્ગ પર ચાલી રવાના થઇ ગઈ હતી.
Advertisement
