Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ નગર પાલિકાની બેદરકારી અને ખાડે ગયેલ વહીવટ સામે નિવૃત કર્મચારીના આમરણ ઉપવાસ.

Share

ભરુચ નગર સેવા સદન દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી ન હોવાના આક્ષેપો સાથે ભરુચ શહેરના એક નિવૃત કર્મચારીએ નગર પાલિકા સામે લડત લડવાના આક્ષેપ સાથે આજરોજથી ભરુચ પાંચબતી વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેઠા છે.
ભરુચ શહેરમાં રહિશ અને નિવૃત જીવન જીવતા બિપિનચંદ્ર જગદીશવાલાએ ભરૂચની પ્રજાના પ્રશ્નોનોને વાચા આપવા મેદાનમાં ઊતર્યા છે.છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકાનો વહિવટ ખાડે ગયેલ છે તેવા આરોપો સાથે ભરૂચની ઘણી સોસાયટીના રહીશો અને વિરોધપક્ષો કર્યા છે.ભરુચ નગર પાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલતી ગટર યોજના હોય,રોડ,રસ્તા,પાણી,સ્વછતા,જેવા તમામ મુદ્દે વહીવટમાં ખાડે ગયેલી નગરપાલિકા સામે સ્થાનિક રહીશોનો ગુસ્સો ફૂટી રહયો છે.ભરૂચની પ્રજાના કરોડો રૂપિયાના ટેક્ષ ભરવા છતા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ નગર પાલિકા સામે નિવૃત કર્મચારી બિપીનચંદ્ર જગદીશવાલાએ અચોક્કસ મુદતના આમરણ ઉપવાસની શરૂઆત કરી છે.બીજી તરફ આજે નગર સેવાસદન દ્વારા સેવાસેતુનો કાર્યક્રમ યોજેલ છે. નગરપાલિકામાં ભરુચ શહેરના રહીશો દ્વારા આવતા વોર્ડ દીઠના પ્રશ્નોને સમયસર વાચા આપી નિકાલ કર્યો હોત તો સેવાસેતુના નામે તાયફા ન કરવા પડતે,પરંતુ પ્રજાના કાર્યો સમયસર પૂરા ન કર્યા હોય એટલે નગર પાલિકા પ્રજાના પ્રશ્નો પ્રત્યે સજાગ છે તેવા આડબરો સેવાસેતુના નામેના કરવા પડતે તેમ ચર્ચાઈ રહયું છે.
આવનારા દિવસોમાં પ્રજા પોતાના પ્રશ્નો પ્રત્યે કેવલ સજાગ છે તે આવતા વર્ષે આવતા નગરપાલિકાના ઈલેકશનમા ખબર પડશે. સત્તાધારી પક્ષ સત્તાના નશામાં ચૂર થઈને પ્રજાની વેદના સમજતી નથી અને વાક્છય અને વાયદાઓથી ભરૂચની પ્રજાને છેતરી લઈશું તેવું સમજનારી સતા પક્ષના નેતાઓ માટે આવનારું ઈલેકશન ઘાતક પુરવાર થઇ શકે છે. ભરૂચના લોકો જાગૃત છે અને સમજદાર છે અને આવનારા ઈલેકશનમા ચમકારો બતાવશે? હાલ નિવૃત કર્મચારીની બિપિનચંદ્ર જગદીશવાલાએ શરૂ કરેલી લડત પરથી લાગી રહયું છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકા તેમજ જિલ્લા પંચાયત ચૂંટણીનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતા…

ProudOfGujarat

પહેલી બુલેટ ટ્રેન સુરત-બીલીમોરા વચ્ચે 2022માં શરૂ થવાની સંભાવના, આઝાદીના 75માં વર્ષને યાદગાર બનાવવા પ્રયાસ..

ProudOfGujarat

નર્મદા વિધાનસભાના ઉમેદવારો ઈશ્વરને ચરણે અને ગોડફાધરોના શરણે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!