Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ નજીક જોલવા-વડદલા ગામે ગેરકાયદે ગેસ રિફીલિંગ કરતાં બે ઝબ્બે

Share

એસઓજીની ટીમે બન્ને સ્થળેથી કુલ 40 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ એસઓજીની ટીમ દહેજ અને આસપાસના ગામમાં પેટ્રોલીંગમાં હતી. તે વેળાં તેમને બે સ્થળે ગેરકાયદે રીતે ગેસ રિફીલિગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ટીમે બે શખ્સોની ધરપકડ કરી કુલ 40 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એસઓજીની ટીમો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમની એક ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વડદલા ગામ રોયલ કોમ્પ્લેક્ષમાં એક શખ્સ તેની દુકાનમાં ગેરકાયદે ગેસ રિફીલિંગ કરે છે. જેથી તેઓએ તુરંત સ્થળ પર જઇ તપાસ કરતાં એક શખ્સ 19 કિલોની ગેસની બોટલમાંથી 5 કિલોની ગેસની બોટલમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યો હતો. ટીમે તેનું નામઠામ પુછતાં તેનું નામ શંભુલાલ બંસીલાલ ભીલ ( હાલ રહે.રોયલ કોમ્પલેક્ષ, વડદલા, મુળ રહે. રાજસ્થાન) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેપાસ કરતાં તેની દુકાનમાંથી ઇન્ડેન કંપનીના 19 કિલોના 3 કોમર્સિયલ બોટલ તેમજ 5 કિલોના 2 ભરેલાં અને એક ખાલી બોટલ મળી આવ્યો હતો. ઉપરાંત ભારત ગેસ કંપનીના પણ 19 કિલોના 2 કોમર્સિયલ બોટલ ખાલી, બે ભરેલાં તથા 5 કિલોના બે ખાલી બોટલ મળ્યાં હતાં. એચપી કંપનીના પણ બે ખાલી બોટલ મળ્યાં હતાં. ટીમે તમામ બોટલ રિફીલિંગ પાઇપ, ઇલેક્ટ્રિક વજન કાંટો સહિતનો કુલ 19,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એસઓજીની બીજી ટીમને બાતમી મળી હતી કે, જોલવા ગામે મિલેનિયમ માર્કેટ પાસે રહેતો શશી નામનો શખ્સ તેના ઘરની સામે જ ગેરકાયદે રીતે ગેસ રિફીલિંગ કરે છે. જેના કારણે ટીમે તેના ઘરે રેડ પાડતાં એક શખ્સ 19 લીટરના ગેસના બોટલમાંથી 5 લીટરના ગેસના બોટલમાં ગેસ રિફીલિંગ કરી રહ્યો હતો. ટીમે તેની ધરપકડ કરી પુછપરછ કરતાં તેનું નામ શશી જદ્દુ કેવટ (રહે. જોલવા, મુળ રહે. બિહાર) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેના ઘરે તપાસ કરતાં ઇન્ડેન કંપનીના 19 કીલોના 4 ભરેલાં અને ખાલી બોટલ, રિલાયન્સ કંપનીના 15 કિલોના ખાલી ભરેલાં 7 ખાલી-ભરેલાં બોટલ, સુર્યા કંપનીના 5 બોટલ સહિત રિફીલિંગ પાઇપ, વજન કાંટો સહિત કુલ 20,500 રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો.

ગેરકાયદે ગેસ રિફીલિંગ કરતાં બન્ને શખ્સો વિરૂદ્ધ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળ માં વીજ ચોરો બેફામ : આકળોદ અને ગીજરમ સીમમાં તસ્કરો નો તરખાટ યથાવત

ProudOfGujarat

ભરૂચના શાંતિબાગ એસ્ટેટમાં ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાની નવી બિલ્ડીંગનુ ઉદ્ઘાટન તેમજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે એક મકાન નજીકથી માદા દીપડો પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!