Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ગોલ્ડન બ્રિજ નીચે નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

Share

અંકલેશ્વર તરફ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં આવેલા ગોલ્ડન બ્રિજ નીચે કીચડમાં એક અજાણ્યા નવજાત બાળકનો મૃતદેહ મળતા સ્થાનિકોમાં હલચલ મચી ગઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ, સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા તરત જ સમાજસેવી ધર્મેશ સોલંકીને માહિતી આપી હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે મૃતદેહ અજાણ્યા નવજાત શિશુનો હતો.આ ઘટનાની જાણ તાત્કાલિક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે આજુબાજુના ગામોમાં ચકચાર મચી ગઈ છે.સોશિયલ મિડિયા પર પણ આ ઘટના ચર્ચાનો વિષય બની રહી છે અને લોકો દ્વારા આવા કૃત્યને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરા : નિરંકારી સંત્સગ ભવન ખાતે રસીકરણ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પાલેજ નગરમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઇ, તિરંગા યાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પાનોલીના શિક્ષકનું શ્રેષ્ઠ પ્રદર્શન – સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!