Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં માઁ વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હરિતાલિકા તીજ નિમિત્તે વિશાળ કજરી મહોત્સવની ઉજવણી કરાઈ 

Share

અંકલેશ્વર વસતા ઉત્તર ભારતીય સમુદાય દ્વારા સંચાલિત માઁ વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ,મહિલા પ્રકોષ્ઠ દ્વારા હરિતાલિકા તીજ નિમિત્તે વિશાળ કજરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

અંકલે શ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમુદાય દ્વારા પોતાની પરંપરાગત સંસ્કૃતિને હંમેશા ધબકતી રાખી છે.અને આ પરંપરાગત વારસાને જીવંત રાખતા એક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.માઁ વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ,મહિલા પ્રકોષ્ઠ દ્વારા તારીખ 31મી ઓગષ્ટ ને રવિવારના રોજ જીઆઇડીસીના AIA હોલ ખાતે હરિતાલિકા તીજ નિમિત્તે વિશાળ કજરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

માઁ વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટના અનિલ.આર.શુક્લ અને રાજનાથ પી.શુક્લ (જય જય) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પારંપરિક લોક ગાયક અને ગાયિકાઓ દ્વારા સુમધુર ભોજપુરી ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.આ પ્રસંગે ખ્યાતનામ લોક ગાયિકા સંજોલી પાંડેય,સુનિતા પાઠક,મોહિન દ્વિવેદી,અનામિકા ત્રિપાઠી,સ્નેહલતા કન્નૌજીયા અને લોક ગાયક દિપક ત્રિપાઠી દ્વારા ભોજપુરી ગીતની સુરાવલી પ્રસરાવવામાં આવી હતી,અને ભોજપુરી ગીતોની પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.વધુમાં આ કાર્યક્રમમાં ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓ લલન તિવારી,સુભાષ પાંડે,રામજી તિવારી,ઉદ્ધવ સિંઘ,સંદીપ તિવારી,દયા પાંડે,સુધાકર તિવારી,ગૂડ્ડ શુક્લ સહિત ભાઈઓ બહેનો તેમજ આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

છોટાઉદેપુર જીલ્લા I. C. D. S. મનરેગા યોજના સહયોગથી બનાવવામાં આવેલ સંખેડા તાલુકામાં ધારાસભ્યનાં હસ્તે નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

સોમવારે કેટલીક ટ્રેનો રદ્દ થશે તો કેટલી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાશે.

ProudOfGujarat

રાજપીપળા : નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં શ્રમ-દાનના કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!