Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીનવાલા સર્કલ -પાલિકા વચ્ચે રોડ પર સરકારી બસ ની બ્રેક ફેલ થતા એક સાથે ત્રણ વાહન અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. 

Share

એક સાથે બે બાઈક અને એક મોપેડ ને અડફેટે લેતા લોકો વિફર્યા હતા. અને બસ ચાલાક ને ધેરી લીધો હતો. અકસ્માત ને લગાલે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત માં વાહન ચાલકો ને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિક ટ્રાફિક પોલીસ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.

અંકલેશ્વર શહેર માં પિક અવર્સ માં જ જીનવાલા સ્કૂલ અને પાલિકા વચ્ચે માર્ગ પર જ એક સરકારી બસ ની બ્રેક ના લાગતા એક સાથે બે બાઈક અને એક મોપેડ ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેને લઇ લોક ટોળા એ બસ ને ઘેરી વળ્યા હતા. અને ચાલાક ને ધેરી ઉગ્ર બોલાચાલી કરી હતી. બસ ચાલક દ્વારા ફેલ થઇ હોવાનું રટણ લોકો સમક્ષ કરતા નજરે પડ્યા હતા. અકસ્માતના પગલે હળવો ટ્રાફિક જામ સાથે બને તરફ વાહનોની કતાર લાગી જવા પામી હતી. બીજી તરફ લોકો ચાલક ને ધેરી લેતા અંતે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. અને મામલો થાળે પાડ્યો હતો. બે બાઈક અને મોપેડ ના અકસમાત ગ્રસ્ત બસ રોડ સાઈડ પર કરી પ્રથમ ટ્રાફિક હળવો કર્યો હતો. વાહન ચાલકો ને હાલ ઇજા ના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે સાંજે 6 વાગ્યાના અરસામાં જ બનેલી ઘટના સાથે સરકારી બસ દ્વારા સર્જાયેલ અકસ્માત ની લોકોમાં રોષ ભભૂકી હતી.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાઢવામાં આવ્યું

ProudOfGujarat

HAPPY BIRTHDAY M.S.DHONI. : ધોનીનાં જીવનમાં 7 નંબર અંકનું શું છે મહત્વ ? જાણો.

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ખાતે ભરાતા પૌરાણિક મેળાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેળા માટેની કામગીરી પુરજોશમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!