Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાતના નેટ ઝીરો વિઝનમાં પ્રગતિઃ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) અને ડેનિશ ઇન્ડસ્ટ્રીએ કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડિકાર્બોનાઇઝ કરવા માટેની રૂપરેખા રજૂ કરી

Share

ગુજરાત સીઆઈઆઈ, ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી) અને ડેનિશ ઇન્ડસ્ટ્રી (ડીઆઈ) દ્વારા સંયુક્તપણે લોન્ચ કરાયેલી સહયોગાત્મક નેટ ઝીરો રૂપરેખા દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડિકાર્બોનાઇઝ કરવાની તેની મહત્વાકાંક્ષા પર આગળ વધી રહ્યું છે. શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ તથા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જીઈડીએ)ના સરકારી નેતૃત્વ દ્વારા સમર્થિત આ પહેલ નવીનતમ નીતિઓ, પુનઃવપરાશી ઊર્જાના સંકલન, ઊર્જા-કાર્યક્ષમ ડિઝાઇન અને ઓછા કાર્બન ધરાવતા મટિરિયલ્સના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. સરકાર, ઉદ્યોગ જગત અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો જેવા હિસ્સેદારો સ્કેલેબલ સોલ્યુશન્સ, નીતિવિષયક સુધારા અને ક્ષમતા નિર્માણને આગળ ધપાવવા માટે નિયમિતપણે બેઠકો યોજે છે અને બાંધકામ ક્ષેત્ર માટે આબોહવા સ્થિતિસ્થાપકતા તથા ટકાઉ શહેરી વિકાસમાં ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે આગેવાન તરીકેની ભૂમિકા આપી રહ્યા છે.–આ ડેનિશ ઇન્ડસ્ટ્રી (ડીઆઈ) સાથેના સહયોગમાં સીઆઈઆઈ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે (આઈજીબીસી) અમદાવાદમાં નોવોટેલ ખાલે 3 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલા એક અભૂતપૂર્વ કાર્યક્રમમાં ગુજરાતની કોમર્શિયલ બિલ્ડિંગ્સ માટેની નેટ ઝીરો રૂપરેખા સફળતાપૂર્વક લોન્ચ કરી હતી.

આ કાર્યક્રમમાં સરકાર, ઉદ્યોગ જગત, શિક્ષણવિદો જેવા હિસ્સેદારો સાથે આવ્યા હતા અને તેમણે બિલ્ટ એન્વાયર્મેન્ટના ડિકાર્બોનાઇઝેશન અને ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતા અને ગુજરાતના નેતૃત્વ દર્શાવ્યું હતું. આ પ્રારંભિક સેશન ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી એમ થેન્નારસન, ડેનિસ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ટેલેન્ટ અને ઇન્ટરનેશનલ સર્વિસીઝના ડિરેક્ટર સુશ્રી બેન્તે તોત્કીર નિલ્સન, ડેનિશ ઇન્ડસ્ટ્રી ઈન્ડિયા ઓફિસના પાર્ટનરશિપ એન્ડ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર શ્રી તોબિઆસ હેન્સનની હાજરીમાં યોજાયું હતું. આ પ્રસંગે જીઈડીએ (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી)ના ડિરેક્ટર આઈએએસ શ્રી અજય પ્રકાશ, આઈજીબીસી અમદાવાદ ચેપ્ટરના આર્કિટેક્ટ જયેશ હરિયાણી, આજીબીસી અમદાવાદ ચેપ્ટર અને આઈજીબીસી સેક્રેટરિયેટના કો-ચેર શ્રી તરલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પ્રારંભિક સત્રમાં આઈજીબીસી લીડર્સ અને ડેનિશ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓની સ્વાગતવિધિ સાથે શરૂઆત થઈ હતી જેના પછી ગુજરાતની કોમર્શિયલ બિલ્ડિંગ્સ માટે સહયોગાત્મક નેટ ઝીરો રોડમેપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઉદ્યોગજગતના મુખ્ય ભાગીદારો, કેસ સ્ટડીમાં યોગદાન આપનારાઓ અને હિતધારકોનું તેમના ડિકાર્બોનાઇઝેશન પ્રયાસો બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્ય વક્તા તરીકેના સંબોધનમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી એમ થેન્નારસને જણાવ્યું હતું કે “આપણા રાજ્યના બાંધકામ ક્ષેત્રનો માહોલ નેટ ઝીરો લક્ષ્યાંકો હાંસલ કરવાના માર્ગમાં મહત્વપૂર્ણ બની રહ્યો છે. ઉદ્યોગ જગત અને સરકાર વચ્ચેની મજબૂત ભાગીદારી કરીને અને ગ્રીન બિલ્ડિંગ પહેલને સક્રિયપણે પ્રોત્સાહન આપીને ગુજરાત ટકાઉ વિકાસ માટેનું મજબૂત તથા સ્થિતિસ્થાપક માળખું ઊભું કરી રહ્યું છે. વર્તમાન સમયમાં આપણા નેટ ઝીરો પ્રયાસોને વેગવંતા બનાવવાથી આવનારી પેઢીઓ માટે કાયમી પર્યાવરણીય સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત થશે.”

ડેનિશ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ટેલેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ સર્વિસીઝના ડિરેક્ટર સુશ્રી બેન્તે તોત્કીઅર નિલ્સને વિશેષ વક્તવ્યમાં જણાવ્યું હતું કે “ડેનિસ ઇન્ડસ્ટ્રી અને સીઆઈઆઈ વચ્ચેના સહયોગમાં નવીનતા તથા નિપુણતાના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપીને ડિકાર્બોનાઇઝેશન પ્રત્યે અમારી સહિયારી પ્રતિબદ્ધતા રજૂ કરવામાં આવી છે. ગુજરાતની ભવિષ્યલક્ષી વ્યૂહરચનાઓ પુરવાર કરે છે કે પ્રભાવશાળી ક્લાઇમેટ સોલ્યુશન્સને અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે અને વ્યાપકપણે વિસ્તારી શકાય છે.”કાર્યક્રમમાં આઈજીબીસી અમદાવાદ ચેપ્ટરના ચેરમેન આર્કિટેક્ટ જયેશ હરિયાણીએ જણાવ્યું હતું કે “કોમર્શિયલ બિલ્ડિંગ્સમા નેટ ઝીરો હાંસલ કરવું

 

 


Share

Related posts

ઝઘડીયાનાં નાનાસાંજા ગામનાં વેપારી સાથે ત્રણ ઇસમો દ્વારા રૂ. એક લાખ ઉપરાંતની ઠગાઇ.

ProudOfGujarat

પિતાની દીકરી માટે કુરબાની : સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરી બની દેશની સૌથી યંગેસ્ટ કમર્શિયલ પાયલોટ

ProudOfGujarat

મધ્યપ્રદેશના શાજાપુરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 ના મોત, 15 ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!