Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં નાનાસાંજા ગામનાં વેપારી સાથે ત્રણ ઇસમો દ્વારા રૂ. એક લાખ ઉપરાંતની ઠગાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં નાનાસાંજા ગામે રહેતા સંદિપસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ નાનાસાંજા ગામે પશુઆહાર વેચવાનો ધંધો કરે છે. તેઓ તેમની દુકાનમાં વિવિધ જાતના પશુ આહારનું વેચાણ કરે છે. તા.૩ ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કઠોદરા ગામનો સિરાજ મુસા સિદાન અને અને અન્ય બે ઇસમોએ આ પશુ આહારની દુકાને આવીને ૫૦ કિલોની ૭૦ બેગ અને ૪૦ કિલોની ૫ બેગ મળીને કુલ રૂ.૧૦૫૭૫૦ ની કિંમતની કુલ ૭૫ બેગ પશુ આહારની ખરીદી હતી. ખરીદી કર્યા પછી આ ઇસમોએ દુકાનદાર સંદિપસિંહને સામાનના પૈસા ચુકવ્યા ન હતા. આમ સામાન ખરીદીને તેના આપવાના થતાં પૈસા નહિં આપીને ઠગાઇ કરી હતી. આ ઘટનામાં ઠગાઇનો ભોગ બનનાર પશુ આહારના વેપારી સંદિપસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે.નાનાસાંજા તા.ઝઘડીયા જિ.ભરૂચ નાએ ખરીદી કરીને પૈસા નહિં આપનાર એક ઇસમ સામે નામ જોગ અને અન્ય બે અજાણ્યા ઇસમો મળી કુલ ત્રણ ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બહારથી આવેલા ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના આરોગ્ય તપાસમાં બહાર આવ્યા બાદ જિલ્લામાં કોરાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે જ્યારે જિલ્લામાં કુલ ચાર મોત હમણાં સુધીમાં થયા છે.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોક ડાઉનનાં સમય દરમિયાન સર્વ કામગીરી હાથ ધરવામાં આવતા આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો.

ProudOfGujarat

ઝઘડિયાના રાયસીંગપુરા ગામના યુવકનું ઉમલ્લા નજીક મોટરસાયકલ સ્લીપ થતાં મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!