Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ગુરુવંદના સાથે શિક્ષકો નું સનમ્માન કરી ઉજવણી કરાઈ… 

Share

અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજરોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમકે તેઓ વ્યવસાયે શિક્ષક હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા વિચારક,પત્રકાર સંઘના પ્રમુખ દેવાનંદભાઇ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થીત શીક્ષકો અને વીધ્યાથીઁ ઓને સંબોધીત કરતા નાઝુ ફડવાલાએ જ્ણાવ્યું કે આજની આ વિકસીત દુનીયામાં શીક્ષા નું ખુબ મહત્વ છે, આજનો યુગ જ્ઞાન નો યુગ છે.નોલેજ જ પાવર છે.તેમણે વધું મા જણાવ્યુંકે શિક્ષક વગરની દુનીયાની કલ્પના કરવીજ મુશ્કેલ છે,શિક્ષકને એટલેજ ત્રિદેવતાની જેમ માનવામાં આવે છે.વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું શું ખુબ મહત્વ છે.આજે આપણે જે પણ સિધ્ધ મેળવી છે એ શિક્ષા અને શિક્ષકની દેણ છે.શિક્ષકોએ પણ જે વષોઁની પરંપરા ગુરુ અને શિક્ષ્ય ની છે એને છાજે એ મુજબ એમનું વઁતન રહે એની ખાસ કાળજી લેવી પડશે.ઉપસ્થીત મુખ્ય મહેમાન દેવાનંદ જાદવે જ્ણાવ્યું કે શીક્ષણ વગર ના વ્યકતી ની હાલનાં સમય માં કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે, દરેક વ્યક્તિ ઇચ્છેકે સારુ શીક્ષણ મેળવવું પણ સારું શીક્ષણ લોક,સમાજ અને જરુરત વાળા વ્યક્તિ ને ઉપયોગી થાય એ પૃકાર નું હોવું જોઇએ.આજનો દિવસ નું શિક્ષકનાં જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે,આજે આખા દેશમાં શીક્ષક દિવસ ની ઉજવણી થાય છે,આ ઉજવણી શિક્ષકોએ દેશ ના વિકાસ માં અને સારા નાગરીક ઘડવામાં ખુબ મહત્વ નું યોગદાન આપ્યું છે,તેના ભાગ રુપે આજે દુનીયામાં ભારત દેશ માંથી શીક્ષણ મેળવી આપણા દેશનાં વીધ્યાથીઁઓ દુનીયાં ને ઉપયોગી થયાં છે અને દુનીયાનાં વિકાસ માં મહત્વનું યોગદાન આપી રહ્યાં છે,આનો જસ કોઇને જતો હોયતો તે આપણા દેશના શિક્ષકો ને ફાળે જાય છે.એમની મહેનત,સારા વિચારો અને એમની દુરંદેશી એ સારું શીક્ષણ આપ્યું છે.આજે દુનીયા આશા ની નજર થી ભારત દેશ ની સામે જોઇ રહી છે.

Advertisement

આ પ્રસંગે શીક્ષકોનું સ્નમાન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થીત મહેમાન દ્વરા કરાયું હતું.આ કાયઁકમ માં પ્રાયમરી અને સેકન્ડરી ના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી પ્રાયમરી અને પ્રાયમરી ના આચાયઁ શ્રદ્ધા પટેલ શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી


Share

Related posts

ઓડિશામાં ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત થતાં ધારીખેડાનો ભુમી પૂજન અને લોકાર્પણ કાર્યક્રમ રદ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર હસ્તી તળાવ પર વરસાદી કાંસ માં પુનઃ ગાય ખાબકી છે.

ProudOfGujarat

ભરૂચ ને.હા 48 ઉપર ભારે ટ્રાફિક જામ-ઝાડેશ્વર ચોકડીથી અસુરિયા પાટિયા સુધી ભારે ટ્રાફિક જામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!