Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાલુ ટ્રેને 1.48 લાખના દાગીના-રૂપિયા ભરેલું પર્સ આંચકી ગઠિયો ફરાર    

Share

પાનોલી રેલવે સ્ટેશને મળસ્કે બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

મુંબઇના થાણે ખાતે રહેતી સોનમ રામકરણ યાદવ તેમના પતિ તેમજ પુત્રી સાથે અમદાવાદ ખાતે કામ અર્થે ગયાં હતાં. જ્યાંથી મુંબઇ પરત જવા માટે તેઓ અમદાવાદ રેલવે સ્ટેશનેથી અમદાવાદ બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવી તેઓ પરત થાણે જવા માટે નિકળ્યાં હતાં. સોનમ યાદવે તેમના લેડિઝ પર્સમાં તેમનો મોબાઇલ, સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ 1.48 લાખનો સામાન ભર્યો હતો. તે પર઼સ પોતાના હાથમાં મુકીને બેઠાં હતાં. તે વેળાં ટ્રેન પાનોલી રેલવે સ્ટેશને આવતાં ઉભી રહી હતી. દરમિયાનમાં ટ્રેન ધીમેધીમે ચાલવા લાગતાં એક ગઠિયાએ તેમના હાથમાંથી તેમનું પર્સ આંચકીને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો હતો. તેઓએ પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટ્રેન ફાસ્ટ થઇ જતાં તેઓ નીચે ઉતરી શક્યાં ન હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

દાહોદના છાત્રોનું સાયન્સ ટેક્નોફેરમાં શ્રેષ્ઠ પ્રદર્શન..

ProudOfGujarat

વડોદરાની રાજસ્થંભ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકાના સફાઈ કામદારોની માંગ સંતોષાતા હડતાળનો આવ્યો અંત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!