Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વકિલને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે ફરિયાદ

Share

અહીંથી પસાર થાય તો આંખો નીચે રાખવાની કહીં ધમકાવ્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના ફુરજા રોડ પર આવેલાં પીપળી મહોલ્લો નુરાની મસ્જી પાસે રહેતાં સોહેલ ગુલામ દસ્તગીર ઇસ્માઇલ શેખ વકીલાત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.બુધવાર રાત્રે તેમની એક્ટિવા લઇને ફુરજા નદી કિનારે ચ્હા પીવા માટે ગયો હતો. રાત્રીના સવા અગિયાર વાગ્યાના અરસામાં તે પરત ઘર આવવા નિકળ્યો હતો. દરમિયાનમાં સોટામારૂ મસ્જીદ પાસે આવતાં સલામ ઉર્ફે ઉવેશ યુસુફ મલીકે તેની એક્ટિવા રસ્તામાં વચ્ચોવચ્ચ ઉભી રખાવતાં સોહેલે તેને મને કેમ રોકે છે તે કહેતા ઉવેશેતેને ધમકાવતાં જણાવ્યું હતું કે,તને માારા પિતાએ ધમકી આપી હતી તેમ છતાં તુ કેમ સુધરતો નથીતેમ કહીં તેમને ધમકાવવા સાથે તું ગાડી લઇને પસાર થાય ત્યારે તારી આંખો નીચે રાદીને જવાનું તેમ કહીં તેની ફેટ પકડી અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં .તેણે વધુમાં જણાવ્યું હતું કે, તેને તેના પિતાએ કહ્યુ છે કે, આ વકીલ હવે અહીંથી નિકળે તો હાથ પગ તોડી નાંખવાના તેમ કહીં તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી છે.


Share

Related posts

અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવેલ ‘બિગ બોસ ઓટીટી સીઝન 3’ ને ઘણા બધા વ્યુ મળ્યા, સ્ટ્રીમિંગ ઓરિજિનલ્સની યાદીમાં ટોચ પર છે!

ProudOfGujarat

અંકલેશ્વરના ને.હા ૪૮ પરથી ટ્રકમાં ચોરખાનુ બનાવી દારૂ ભરી લઈ જતા બે ઇસમોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો.

ProudOfGujarat

પાલેજ ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!