Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર કૃષ્ણ નગર માં ભાડા ના મકાન માં રહેતા 40 વર્ષીય યુવાને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. 

Share

ચાર દિવસ પૂર્વે જ ઘર માં યુવકે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.મૂળ ઝાડેશ્વર નો યુવક પરિવાર સાથે ભાડે રહેવા આવ્યો હતો. મકાન માંથી તીવ્ર દુર્ગંધ આવતા સ્થાનિક ખબર પડી

પોલીસ જાણ કરતા પોલીસ ટીમે મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

Advertisement

ભરૂચ ઝાડેશ્વર ના અને હાલ હાંસોટ રોડ પર આવેલ કૃષ્ણ નગર સોસાયટી માં ભાડા ના મકાન માં રહેતા કમલેશભાઈ સોમજીભાઈ રાવલ ને સ્થાનિક રહીશો 4 દિવસ પૂર્વે સોસાયટી માં જોયો હતો. જે બાદ નજરે પડ્યો હતો. પિયર ગયેલી પત્ની 4 દિવસ બાદ ઘરે પરત ફરતા ઘર ખોલી જોતા જ તે ડઘાઈ ગઈ હતી. અને સ્થાનિક ની મદદ થી શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને દરવાજો તોડી અંદર પ્રવેશતા અંદર બેડરૂમ ના પંખા ના હુક માં ફંડો બનાવી 40 વર્ષીય કમલેશે આપઘાત કરી લીધો હોવાની હકીકત સામે આવી હતી. યુવક ની પત્ની ચાર દિવસ પૂર્વે જ પિયર માં અંકલેશ્વર આંબાવાડી ખાતે ગઈ હતી. જે ચાર દિવસ બાદ ઘર સાફ કરવા આવતા પતિ એ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે પ્રાથમિક અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું નોંધી તપાસ શરૂ કરી મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ મૃતક ના પરિજનો નો સંપર્ક કરી આપઘાત પાછળ નું કારણ શોધવાની તજવીજ શરૂ કરી હતી.


Share

Related posts

ભરૂચ : લકઝરી બસ ચોરોને પકડી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

મોરબીના મકનસર ગામે રખડતા ઢોરે આધેડને અડફેટે લેતા સારવાર માટે ખસેડાયા

ProudOfGujarat

ભરૂચમાં વડદલા પાસે બેકાબુ ટ્રેલરે ૨૦ થી વધુ વાહનોને કચડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!