Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

 ભરૂચ પાલેજ માર્ગે પરીએજ ગામની સીમમાંથી અજગરનું રેસ્ક્યુ

Share

ભરૂચ જિલ્લામાં પાલેજ માર્ગ પર આવેલા પરીએજ ગામની સીમમાં આવેલી ભૂખી ખાડીમાંથી એક વિશાળ અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. માછલી પકડવા બાંધવામાં આવેલી જાળમાં અજગર ફસાઈ જતાં ગ્રામજનોમાં ભય અને ચકચારનું વાતાવરણ સર્જાયું હતું. પ્રારંભિક દ્રશ્યો જોઈ ગ્રામજનોમાં અફરાતફરી મચી હતી. તાત્કાલિક ભરૂચ વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે વન વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને  બાદ અજગરને સલામત રીતે જાળમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અજગરને ઈજા ન થાય તેની વિશેષ કાળજી લેવામાં આવી હતી. રેસ્ક્યુ બાદ અજગરને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યો અને તેને ફરીથી સુરક્ષિત કુદરતી આવાસમાં મુકવામાં આવ્યો

Share

Related posts

ભરૂચના ધોબીવાડ અને નાના ખાટકીવાડ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસના દરોડા, ગૌ વંશનું કતલ કરતા બે ઝડપાયા અન્ય એક વોન્ટેડ

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે વાલીયા તાલુકાના ડહેલી ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં નવાગામ કરારવેલ ગામે ભારતનું સૌથી મોટું મશરૂમ ફાર્મ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!