Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડાભા-ગજેરા ગામ વચ્ચેના 42 પોલ વચ્ચેના 1.77 લાખનો 4650 મીટર વીજતાર ચોરાયો

Share

ભરૂચ.

જંબુસરના પટેલ ખડકી ખાતે રહેતાં ધવલ પટેલ જંબુસર ટાઉન પેટા વિભાગીય કચેરી ડીજીવીસીએલમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમણે જંબુસર પોોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કે, ગત 09મી સપ્ટેમ્બરના રોજ તેમના મોબાઇલ પર ઢોળાવ ફળિયામાં રહેતાં ઉમેશ પટેલે ફોન કરી તેમને જણાવ્યું હતું કે, ડાભાચોકડીથ ગજેરા ગામ તરફ જવાના રોડની ડાબી બાજુના 21 ગાળા અને જમણી તરફના 20 ગાળામાં લગાવેલાં વીજ લાઇનની તારો કપાઇગઇ છે. જેથી તેઓ તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં. તેમણેતપાસ કરતાં વાયર ચોરોએ 42 થાંભલા વચ્ચેના 41 ગાળાના એટલે કે કુલ1550 મીટરના ગાળામાં ત્રણ લાઇનના 4650મીટર એટલે કે અંદાજે 1.77 લાખની મત્તાના વાયર કાપીને ચોર ફરાર થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે તેમણે તમામ વિગતો એકત્ર કરી જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના 41 જનઔષધિ કેન્દ્રો પરથી સૌથી વધુ રૂ.3,04,89,540 જેનરીક દવાનું થયું વેચાણ.

ProudOfGujarat

દાહોદ જિલ્લાના ટાડાગોળા ગામે ડાકણના વ્હેમે દેરાણી જેઠાણી ને નગ્ન કરી ઝાડ સાથે બાંધી સળગતા લાકડાના ડામ દીધા

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના એક ગામની સીમમાં મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરી હત્યા કરી દેતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!