Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ 8 ફાયર ફાઈટર્સ દ્વારા 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાયો, કોઈ જાનહાની નહીં

Share

અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં આજે (13 સપ્ટેમ્બર) સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. નવજીવન હોટલ પાસે આવેલા આ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 જેટલા ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ટીમોએ સતત 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આગના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસે ગોડાઉનની આસપાસનો માર્ગ કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હાલ ચાલુ છે.

Advertisement

Share

Related posts

મોખડી ગામે એલસીબીનો ધડાકેદાર દરોડો: 20.24 લાખનો વિદેશી દારૂ જપ્ત, બુટલેગર સંજય વસાવા વોન્ટેડ જાહેર

ProudOfGujarat

વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૧ મો પ્રાગટ્ય દિન ઉજવાયો.

ProudOfGujarat

ગોધરાનાં ધારાસભ્યએ દલિત વિસ્તારમાં જઈ બાળકોને ખિચડી ખવડાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!