ભરૂચ.
વેડચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી સારોદ ગામની સીમમાં પાનોલી અન્ટરપ્રાઇઝ સોલાર પ્લાન્ટન પાસે પિલાડાના ઝાડ નીચે કપાસના ખેતરોમાં કેટલાંક લોકોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે તે પૈકીના બેને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. જ્યારે બે નાસી છુટ્યાં હતાં. ઝડપાયેલાઓના નામ આરીફ ઇસ્માઇલ મહંમદ દાજી તેમજ તોસીફ ઉર્ફે ફાટલી અલ્લી આદમ સેવક (રહે. સારોદ) હોવાનું જ્યારે ભાગી ગયેલાઓના નામ સફવાન ઉર્ફે શકુ મહંમદ કારીદા તેમજ અશરફ યાકુબ બંદા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ઝડપાયેલાઓની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં રૂપિયા મળી કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ જત્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
Advertisement
