Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંબોઇ ગામે તળાવની પાળે જુગાર રમતાં 12 ઝડપાયાં : 10 હજારથી વધુની રોકડ જપ્ત

Share

ભરૂચ.

જંબુસર તાલુકાના કંબોઇ ગામે કાવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કંબાઇ ગામના તળાવના કિનારે લીમડાના ઝાડ નીચે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે વિસ્તારને ચારેય તરફથી ઘેરી લઇ ધામ મારતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, પોલીસે જુગારિયાઓને ઝડપી પાડ્યાં હતાં. પ્રાથમિક પુછપરછમાં તેમના નામ હસમુખ ડાહ્યા પટેલ, સુરેશ લક્ષ્મણ રાઠોડ, દશરથ ઠાકર રાઠોડ, રાજેન્દ્ર રમણ રાઠોડ,મહેશ રતિલાલા રાઠોડ, અજય વલ્લભ રાઠોડ, ઇશ્વર કાલીદાસ રાઠોડ, રમેશ ગણપત રાઠોડ, કમલેશ જેસંગ ઉર્ફે ચેતન રાઠોડ, અશ્વિન રતિલાલ રાઠોડ, વિક્રમ બુધા રાઠોડ તેમજ બાવાસાબ અબ્બાસ મલેક હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે કાવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે આવી પહોંચેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો એ ભવ્ય સ્વાગત કર્યું.

ProudOfGujarat

નડિયાદ : કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

છોટાઉદેપુર : રાયછા રોડ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!