Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પરથી એક પછી એક 15 લકઝરી બસ પસાર કરતા ચક્કાજામના દ્રશ્યો, કલેકટરના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન !

Share

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આજરોજ કલેકટરના જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યો હતો.ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આજ રોજ રાત્રિના સમયે 15 જેટલી ખાનગી લક્ઝરી બસ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર કરવામાં આવી હતી જેના પગલે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને અન્ય વાહન ચાલકો અટવાયા હતા. નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના કારણે સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિને નિવારવા માટે ભરૂચ કલેક્ટરે બ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આમ છતાં ખાનગી લક્ઝરી બસ પસાર કરવામાં આવી હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાનગી લકઝરી બસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે શ્રવણ તીર્થ દર્શન યાત્રા અંતર્ગત સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા યાત્રાળુઓને અંબાજી અને વડનગરના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આ બસ પસાર કરવામાં આવી હતી જેના પગલે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ પાસે હાથજમા બંધ મકાનમાં તસ્કરો ચોરી કરી ફરાર

ProudOfGujarat

રાજપીપળા ડેપોમાં એક મહિલા સાથે ચાલુ એસ.ટી બસે અડપલા કરનાર યુવાનની પિટાઇ.

ProudOfGujarat

ભરૂચના સાયખા જીઆઇડીસી માં ડમ્પિંગ પોઇન્ટ ન બનાવવા મુખ્યમંત્રીને આવેદન પાઠવતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!