Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા તાલુકાના રતનપુર પહાડ પર હઝરત બાવાગોરની દરગાહે 18 સપ્ટેમ્બરે ચસ્મો વધાવવામાં આવશે, આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકામાં રતનપુર નજીક આવેલા પહાડ પર આવેલી પ્રાચીન હઝરત બાવાગોરની દરગાહ ખાતે આવતા 786મા ઉર્સ નિમિત્તે તા. 18 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ બપોરે 3 વાગ્યે પરંપરાગત ચસ્મો (પાણીનો કુંડ) વધાવવાની વિધિ યોજાશે.આ ધાર્મિક વિધિ વડોદરાના હઝરત કમાલુદ્દિન બાવા તથા દરગાહના ગાદીનશીન હઝરત જાનુબાપુના હસ્તે ફૂલ ધાણી અને નાળિયેર અર્પણ કરીને પારંપરિક રીતિ-રિવાજ મુજબ અદા કરવામાં આવશે.અંદાજે 800 વર્ષ જૂની આ દરગાહે દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે ચસ્મો વધાવવાની પરંપરા નિભાવવામાં આવે છે. આ દિવસે દરગાહ પર ભવ્ય મેળો યોજાય છે, જેમાં રાજ્ય તેમજ બહારગામથી હજારો ભાવિકો ઉપસ્થિત રહી આ પાવન વિધિમાં જોડાઈ ધન્ય બનતા હોય છે.યાત્રાળુઓની સુવિધા માટે ઝઘડિયા તથા રાજપારડી માર્ગેથી ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી છે…

 

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં નાનકડા ગામ પિરામણથી દેશની રાજધાની દિલ્હી સુધીની અતિ ગૌરવવંતી સ્વ. અહેમદભાઈ પટેલની રાજકીય કારકિર્દી.

ProudOfGujarat

ભરૂચ : બકરી ઈદનાં તહેવારની ઉજવણીનાં સંદર્ભે પશુઓની કતલ પર પ્રતિબંધ મુકાયો.

ProudOfGujarat

गुजरात के रंग में रंगी नज़र आएगी जैकी भगनानी की “मित्रों”!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!