Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સારોદ ગામે પીઆઈ કંપનીનો નિર્ણય, છૂટા કરાયેલા 100 જેટલા કામદારોને તબક્કાવાર ફરી નોકરી પર રાખાશે.

Share

જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલી પીઆઈ કંપનીમાં 14મી તારીખે છૂટા કરાયેલા અંદાજે 100 જેટલા કામદારો માટે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની તરફથી ખાતરી આપવામાં આવી છે કે તમામ કામદારોને તબક્કાવાર ફરીથી નોકરી પર લેવામાં આવશે. સારોદ ગામના સરપંચ ઈસ્માઈલ અહેમદ પટેલ (ઈશાલ)એ જણાવ્યું કે, અમે કંપનીના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. કંપનીએ ખાતરી આપી છે કે તમામ છૂટા કરાયેલા કામદારોને પરત લેવામાં આવશે. જોકે આ પ્રક્રિયા એકસાથે નહીં પરંતુ તબક્કાવાર હાથ ધરાશે. આવતા બુધવાર સુધીમાં તમામ કામદારોને લઈ લેવામાં આવશે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.આ નિર્ણય બાદ કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સાથે જ કંપનીમાં ફરીથી શાંતિપૂર્ણ રીતે કામકાજ શરૂ થવાથી કંપની–કામદારો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

બેંગલુરુ કોર્ટ દ્વારા કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાનું ટવીટર હેન્ડલ બ્લોક કરતાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રતિક્રિયા.

ProudOfGujarat

અંકલેશ્વર શોર્ય દિનની ઉજવણી ભાગરૂપે શ્રવણ વિદ્યાભવનના વિદ્યાર્થી અને શિક્ષકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી

ProudOfGujarat

મિસ વર્લ્ડ પહેલાથી જ સાબિત કરી ચૂકી છે કે આત્મવિશ્વાસ શ્રેષ્ઠ સહાયક છે, પરંતુ હવે તે એ પણ બતાવી રહી છે કે સારા ચશ્મા પણ સંપૂર્ણ શૈલી ઉમેરી શકે છે!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!