Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગ જવાહર બજારમાં પત્તાપાનાનો રૂપિયાથી રમાતો હારજીતનો જુગાર ઝડપાયો

Share

નેત્રંગ પોલીસે કુલ રૂપિયા ૧૪૪૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા

નેત્રંગ

Advertisement

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા ઇસમો પર વારંવાર પોલીસ દ્વારા રેઇડ કરીને જુગારીયાઓને ઝડપી લેવાતા હોય છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ રહે તે માટે અસરકારક કામગીરી કરી દારૂ જુગારના કેસ ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,દરમિયાન નેત્રંગ પોલીસે નગરના જવાહર બજાર ખાતે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા.મળતી વિગતો મુજબ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ નગરના જવાહર બજારમાં રહેતા કિરીટભાઇ પાટણવાડીયાના કેળાની વખારની પાછળ આવેલ તુટેલા મકાનમાં કેટલાક ઇસમો પત્તાપાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા સ્થળ ઉપર બેસીને કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગાર રમતા પાંચ ઇસમો; (૧) અજયભાઇ રાકેશભાઇ દોસી, (૨) કિરીટભાઇ બાબરભાઇ પાટણવાડીયા, (૩) ઇમરાન ઇકબાલ મેમણ, (૪) સુરેશભાઇ વિજયભાઇ વસાવા તેમજ (૫) કાંતિભાઇ મગનભાઇ પંચાલ તમામ રહે.નેત્રંગ જિ.ભરૂચનાને જુગાર રમવાના પત્તાપાના સહિત કુલ રૂપિયા ૧૪,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને તેમના વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

પંચમહાલ: સરકારી શાળાએ કર્યો અનોખો પોસ્ટર પ્રયોગ જાણો વિગતો ?

ProudOfGujarat

ભરૂચ આરોગ્ય શાખા કોરોનાની વેકસીન પહોંચાડવા કટિબદ્ધ.

ProudOfGujarat

વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ અંતર્ગત જમીન વૈજ્ઞાનિકો સાથે પ્રગતિશીલ ખેડૂત અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!