Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગ તાલુકાના બિતાડા/મોવીથી નસારપોર વિભાગનો ચાર લેન પ્રોજેક્ટ અંદાજિત 764.02 કરોડના ખર્ચે નિર્માણ પામશે

Share

ભરૂચ 
નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાંભાવનગર ખાતેથી સમુદ્ર થી સમૃદ્ધિ‘ કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં રોડ-રસ્તાઓઉર્જા તેમજ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના ૨૬,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવતા શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ રાજમાર્ગ પરિયોજના અંતર્ગત એનએચ-56 ના બિતાડા/મોવીથી નસારપોર વિભાગના 29.12 કીમીનો ચાર લેન પ્રોજેક્ટ અંદાજિત 764.02 કરોડની રકમના વિકાસ કાર્યની ઈ-તકતીનું અનાવરણ કરી શિલાન્યાસ કર્યો હતો. 

આ પ્રસંગેભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું કેનવા ચાર માર્ગીય રસ્તાના નિર્માણના ભગીરથ કાર્યથી નેત્રંગ તાલુકાના વિકાસમાં એક નવો અધ્યાય જોડાશે. આ વિકાસશીલ પગલું નેત્રંગ તાલુકાની પ્રગતિની ગતિને વેગ આપશે. નેત્રંગથી મહારાષ્ટ્રમધ્યપ્રદેશરાજસ્થાન સહિત આસપાસના વિસ્તારોમાં પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે. આનાથી સ્થાનિક વેપાર-ધંધાને વેગ મળશે અને લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.

આ પ્રોજેક્ટ વિશે વાત કરતા તેમણે કહ્યું કેબિતાડા/મોવીથી નસારપોર વિભાગના 29.12 કીમીનો ચાર લેન પ્રોજેક્ટ અંદાજિત 764.02 કરોડની માતબર રકમથી નિર્માણ થશે. જેમાં મોવી ગામ નજીક 1.20 કિમીનું રીઅલાઈન્મેન્ટ પણ સામેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં કુલ 25 નવા પુલોનું નિર્માણ થવાનું છે. વિવિધ ક્રોસ રોડ સ્થળોએ 3 નવા ફ્લાયઓવર બનાવવાના અને નેત્રંગ ચાર રસ્તા પાસે 800 મીટર લાંબો ફ્લાયઓવર પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. જેથી નેત્રંગ ચોકડી અને આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ ઓછું થઈ જશે. સાથોસાથ નવું બસ સ્ટેશન નેત્રંગ તાલુકાની જનતા માટે આશિર્વાદરૂપ બનશે તેમ કહ્યું હતું. 
Advertisement

Share

Related posts

વાલિયાની ગોદરેજ કંપનીને ચોક્કસક્ષતિઓ દૂર કરવા જીપીસીબી ૧૫ દિવસની નોટિસ ફટકારી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ખરચી ગામનાં ઇસમ પર અન્ય ચાર ઇસમોએ હુમલો કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ ગુજરાત ઇન્સેકટીસાઇડસ લિમિટેડ કારખાનામાં મોકડ્રીલ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!