Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બોઈદરા ગામમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈન ની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતો એ પુનઃવિરોધ નોંધાવ્યો હતો.

Share

ખાવડા-નવસારી પાવર ગ્રીડ કોર્પોરેશન લાઈન હાલ નાખવામાં આવી રહી છે. 1 વર્ષ પૂર્વે વળતર નક્કી કર્યા બાદ આજદિન સુધી ચૂકવાયું નથી. ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા છે આ વચ્ચે પણ વળતર ની માંડાગાંઠ ના ઉકેલાતા 3 ગામો ખેડૂતો એકત્રિત થઇ વિરોધ નોંધાવ્યો હતો.ખેતર માં ચાલતી કામગીરી થી મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો આવ્યો છે.પાક,જમીન અને વેલ્યુએશન આધારે વળતર આપવા માંગ સાથે ખેડૂતો અડગ જોવા મળ્યા હતા.

પુનઃ અંકલેશ્વર તાલુકાના આબોલી-બોઈદરા, પુન ગામ,અડોલ ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈન ની કામગીરી સામે ખેડૂતો વિરોધ નોંધાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી. કચ્છના ખાવડા થી નવસારી સુધી ચાલતી 765/440 KV વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતો સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. તાલુકાના વિવિધ ગામના ખેડૂતો પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂત ના વિરોધ વચ્ચે અગાઉ પણ 3 વાર કામગીરી અટકાવી દીધી હતી અને વિરોધ નોંધાવ્યો હતો જે બાદ અધિકારીઓ અને કંપની મેનેજમેન્ટ જોડે વાતચીત નો દોર શરુ થયો હતો જોકે તેમાં હજુ પણ કોઈ નિવારદો ના આવતા અંતે ખેડૂતો પુનઃ સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. એક તરફ 1 વર્ષ પૂર્વે વળતર નક્કી કરવા છતાં આજદિન સુધી આપ્યું નથી. વળતર માં પણ પાક નું અને જમીન નું વળતર યોગ્ય નક્કી કરવામાં આવ્યું ના હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. અલગ અલગ સર્વે નંબર વાળી જમીન અંગે અગાઉ અનેકવાર વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. તેમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોને ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતો હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. રાજ્ય સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂત માંગ કરી છે.તેમજ પાક, જમીન અને વેલ્યુએશન આધારે વળતર આપવા માંગ સાથે ખેડૂતો અડગ જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

થામ ગામ પાસે ટ્રેલરની ટક્કરે પિકઅપ ચાલક સહિત બેને ગંભીર ઇજા

ProudOfGujarat

નડિયાદના અરેરા ખાતે નવીન ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંઘજ ખાતે નવીન નંદઘરનું લોકાપર્ણ કરાયું

ProudOfGujarat

લેડિઝ સર્કલ 113 દ્વારા સોશિયલ એક્ટિવિટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!