ભરૂચ
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામે ધારાસભ્યશ્રી ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને સ્વૈચ્છિક શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છોત્સવ થીમ અંતર્ગત સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ , કારોબારી અધ્યક્ષ, સભ્યઓ, મામલતદાર હાસોટ, તાલુકા વિકાસ અધિકારી, અધિકારીઓ, સરપંચ, ઉપસરપંચ તલાટી, ગ્રામજનો તેમજ SBMના કર્મચારીઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. મુખ્ય માર્ગો, જાહેર સ્થળો વગેરે વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી.
Advertisement
