Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે તાલીમ યોજાઈ 

Share

ભરૂચ,

ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ની ઉજવણી નિમિતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓ માટે તાલીમ યોજાતા મોટી સંખ્યામાં ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ચાલતા સ્ટ્રીટ ફૂડ તેમજ શેરી ફેરીયાઓને ફુડ સેફ્ટીની સલામતી અને સ્વછતા અંગે પાલિકાના સભાખંડમાં તાલીમ આપવામાં આવતા ૨૦૦ થી વધુ ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાગોલીએ તાલીમ આપી હતી. જેમાં ખોરાક માટે સ્વછતા અને સલામતી અપનાવે તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવા,જાહેર આરોગ્યમાં સુધારો કરવા,સ્ટ્રીટ ફૂડ પ્રત્યે ગ્રાહકોને વિશ્વાસ વધારવા જેવી બાબતો ફેરિયાઓને સમજાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ,ઉપપ્રમુખ અક્ષય પટેલ,ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ,સમાજ કલ્યાણ કમિટી ના ચેરમેન નિશાબેન વસાવા,ભરૂચના ફૂડ ઈન્સ્પેક્ટર પી એમ શાહ,ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાગોલી સહિત એનયુએલએમના મેનેજર ચૈતાલી વધેલા,સિટી મેનેજર કિન્નરી બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચના સ્ટેશન સર્કલ પાસે ચીકણા ડામરમા વાહનોના ટાયર અને ચપ્પલ ચોટી હોવાની બુમો ઉઠી

ProudOfGujarat

પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત કાર્યક્રમમાં નેતા ઇસુદાન ગઢવીના ભાજપ સરકાર સામે પ્રહારો.

ProudOfGujarat

ખ્વાજા સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ આગેવાનો દ્વારા પાલેજ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!