Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત કાર્યક્રમમાં નેતા ઇસુદાન ગઢવીના ભાજપ સરકાર સામે પ્રહારો.

Share

પંચમહાલ જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત કાર્યક્રમની મોરવા હડફ તાલૂકાના સૂલિયાત ગામેથી શરૂઆત કરવામા આવી છે.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી તેમજ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહીતના નેતાઓએ કોરોનામાં અવસાન પામેલાઓને મૃતકોને શ્રધ્ધાજંલી આપી હતી.

ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ ભાજપ સરકારે કોરોનાકાળમાં મુત્યુ પામેલા લોકોના આંકડા છુપાવ્યા છે. ઓક્સિજનથી એક પણ વ્યકિતનુ મૃત્યુ નથી થયુ તેમ કહેનારી ભાજપ સરકાર સામે ઈશુદાન ગઢવીએ પણ સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યુ હતુ. શાસન આજે છે કાલે નથી કુદરતના દરબારમા ભોગવુ પડશે. હુ હજાર માણસોને લઈ આવુ જેમના પરિવારના સભ્યો ઓક્સિજનની કમીથી મૃત્યુ થયા છે. ભાજપના તેનાઓને ખુલ્લે આમ ડીબેટ કરવાની ચેલેન્જ ફેકી હતી. દિલ્લીમાં અરવિંદ કેજરીવાલની સરકારે આંકડા છુપાવ્યા નથી અને મૃતકોના પરિવારને ૫૦,૦૦૦થી આર્થિક સહાય કરી છે. સાથે કોરોના વોરિર્યસને અર્થિક સહાય ચૂકવી છે. ઇંધણના વધતા જતા ભાવ વધારા સામે તેમને જણાવ્યુ કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને માણસના ખિસ્સામાં પૈસા રહેવા દીધા નથી. ગેસના બાટલાના ભાવ વધારી દીધા કે મહીલાની બચતમાં પણ પૈસા ન રહે. તેલના ભાવ પણ વધારી દીધા. મગફળીના ભાવ પણ મળતા નથી આમ ચારેય બાજુથી લુંટી લીઘા.

આ પ્રસંગે જીલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીયા, તાલુકા પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા, તેમજ ગાયક અને આપના યુવા તેના વિજયભાઈ સુવાડા સહીત મોટી સંખ્યામા આમ આદમી પાર્ટીના કાર્યકરો, મહીલાઓ અને આસપાસના ગામોમાથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પંચમહાલ, રાજુ સોલંકી


Share

Related posts

કાલોલ પુસ્તક પરબ ખાતે ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગાંધી કાવ્ય પાઠ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીની સ્ટેન્ડ હાર્ટ કંપનીમાં ભીષણ આગ : ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી.

ProudOfGujarat

ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવાએ ઉમલ્લા ગામ ખાતે પી એમ નરેન્દ્ર મોદી ની મન કી બાત લોકો વચ્ચે બેસી ને સાંભળી………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!