Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉબેર ગામે 33 વીજપોલના 32 ગાળામાંથી કુલ 1.29 લાખના વાયરની ચોરી

Share

ભરૂચ.
ભરૂચના ભોલાવ ખાતે રહેતાં અને ડીજીવીસીએલની જંબુસર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતાં ગુંજન જયંતિ પ્રજાપતિને ગત 19મી સપ્ટેમ્બરના રોજ ઉબેર ભોટુ વગા ખાતે રહેતાં મહેન્દ્ર ખોડા પરમારે ફોન કરી જણાવ્યું હતું કે, તેઓના ખેતરમાં આવેલાં 11 કેવી વાવાલી એજી ફિડરના ઉબેર ગામથી ઉબેર ભોટુ વગરા તરફના થાંભલાઓ પરથી વીજવાયરોની ચોરી થઇ છે. જેથી તેઓ તેમની ટીમ સાથે તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં તસ્કર ટોળકી 33 વીજ પોલ વચ્ચેના 32 ગાળામાંથી  3360 મીટર વીજતારની ચોરી કરી ગઇ હોવાનું જણાયું હતું. ઘટના અંગે તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કર્યો હતો. જેથી તેના આધારે તેમણે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ન્યૂઝ ડિબેટમાં આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી મુદ્દે સિની. જર્નાલિસ્ટ, એન્કર વિરૂદ્ધ કાર્યવાહીની માગ

ProudOfGujarat

અંકલેશ્વર : નાણાંની લેવડદેવડ અંગે પુત્રની હત્યા કરતો પિતા.

ProudOfGujarat

ડેડીયાપાડા : કેવિકે ઓફિસ અને ફાર્મની સાફ-સફાઈ કરી સ્વચ્છતા અંગે શપથ લેવાઈ : સેનિટાઇઝર કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!