Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલા હિટ એન્ડ રન કેસમાં ફરાર વાહન માલિકને પોલીસે સાયબર સેલની મદદથી ઝડપી લીધો હતો.

Share

ભરૂચ તાલુકાનાં હિંગલ્લાર ત્રાલસા વચ્ચેનાં રસ્તા ઉપર થોડા સમય પહેલા બાઇક પર જતાં દંપતીને કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈને મોતને ધાટ ઉતારી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે વાહન માલિક કોણ હતો તે અંગે નબીપુર પોલીસ તપાસ ચલાવી રહી હતી પરંતુ આ મામલે ચોક્કસ વાહન માલિક કોણ છે તે મામલે નિર્ણય પર નહીં પહોંચતા અને ભરૂચ સાયબર સેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને નબીપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરતાં ટેકનીકલ સર્વેલન્સ તથા વાહનોની પૂર્ણ વિગતો મેળવવામાં આવતા આ હિટ એન્ડ રન કેસમાં વાહન માલિક નાસીર રસીદખાન પઠાણ રહેવાસી આફરીન પાર્ક સોસાયટી મનુબરનાં હોવાની પાકી બાતમી મળતા પોલીસે તેના ઘરેથી અટક કરીને પૂછપરછ કરતાં તેણે જ આ અકસ્માત કર્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની અટક કરી નબીપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકમાં એક્ટિવા ભટકાતા મહિલાનું મોત

ProudOfGujarat

જંબુસર બાયપાસ ચોકડીથી મહંમદપુરા સર્કલ સુધીના દબાણો પર બુલડોઝર :૨૦૦થી વધુ દબાણો દૂર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જુદા – જુદા ત્રણ સ્થળોએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!