Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પણીયાદરા ગામની સનસિટી સોસાયટીમાં ગણપતિના ખાડા પૂરવાના મુદ્દે બબાલ : ફોન પર ગાળાગાળી બાદ બે જૂથ સામસામે, મારામારી-જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો સાથે સામસામે ફરિયાદ

Share

 

ભરૂચ :

Advertisement

વાગરા તાલુકાના પણીયાદરા ગામની સનસિટી સોસાયટીમાં ગણપતિ મંદિર પાસે રોડ પર પડેલા ખાડા પૂરવાના મામલે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ફોન પર ગાળાગાળી થયા બાદ સામસામે આવેલા બંને જૂથ વચ્ચે ઝપાઝપી અને મારામારી થતાં મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો. એક પક્ષે લાકડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે સામા પક્ષે પણ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે.

સનસિટી સોસાયટીમાં રહેતા અને દહેજની GNFC કંપનીમાં HR તરીકે ફરજ બજાવતા ગૌતમ વસંતભાઈ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 24 સપ્ટેમ્બરની રાત્રે સોસાયટીના મહાદેવ મંદિર ખાતે ગણપતિની સ્થાપના કરાઈ હોવાથી તેઓ સહિત સોસાયટીના લોકો હાજર હતા. મંદિરની આગળ રોડ પર પડેલા ખાડા પૂરવા અંગે ગણપતિના સંચાલક સાથે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે સોસાયટીમાં રહેતા રાજદીપ કમલેશભાઈ દેસાઈને ફોન કરતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફોન પર ગાળો બોલી હતી.

બાદમાં રાજદીપ ઘરેેથી મંદિર પાસે આવ્યો હતો અને ગૌતમ સાથે બોલાચાલી કરી હતી. દરમિયાન સોસાયટીમાં રહેતા તરૂણભાઈ વચ્ચે પડતાં રાજદીપ તેમની સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તરૂણના પત્ની કૈલાશબેન, કૃષ્ણમ તથા તેની પત્ની રોશનબેન સહિતના લોકો ભેગા થતાં મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

ત્યારબાદ રાજદીપે તેના પિતા કમલેશભાઈને ફોન કરીને બોલાવ્યા હતા. કમલેશભાઈ પત્ની અને પુત્રી સાથે સ્થળે આવ્યા બાદ ગૌતમ સહિતના લોકો સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ગૌતમની ફરિયાદ મુજબ કમલેશભાઈ લાકડીનો સપાટો લઈ આવ્યા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બીજી તરફ કમલેશભાઈ દેસાઈએ હોસ્પિટલમાંથી આપેલી ફરિયાદમાં વિપરીત આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ રાજદીપને ગૌતમનો ફોન આવ્યો હતો અને ગાળો બોલવાના મામલે રાજદીપ વાત કરવા ગયો હતો. ત્યાં ગૌતમ સાથે ઝપાઝપી થતાં તેઓ પત્ની તથા પુત્રી સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન તરૂણ અને કૃષ્ણમ સહિતના લોકોએ તેમની સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

વધુમાં કમલેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ઘરે પરત જતા હતા ત્યારે તરૂણે ફરી આવી ‘તમે બહારથી અહીં કેમ રહો છો?’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને માર માર્યો હતો. ઇજા થતાં વહેલી સવારે 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.

સમગ્ર ઘટનામાં પોલીસે બંને પક્ષના આક્ષેપોના આધારે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

લીંબડી થી ત્રણ કિલોમીટર દૂર થી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

ProudOfGujarat

રાજપીપળા : મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા દ્વારા પાણીને સાંકળતા વિષયો આધારિત ચિત્રસ્પર્ધાનું આયોજન.

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હાથરસનાં બનાવ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!