Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લોકો લોનની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ પર 17 લાખ રૂપિયાની લોન મેળવી છેતરપીંડી કરી હોવાની વિગતો સપાટી એ આવી છે. 

Share

દંપતી દ્વારા અલગ અલગ બેંકમાં થી લોન લઇ 40 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી.સુરવાડી દંપતી લોકો ના ડોક્યુમેન્ટ લોન મેળવી જૂજ રૂપિયા આપી હપ્તા ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી રહ્યું હતું.લોન ના હપ્તા માટે બેંક ધરો ના દ્વારા ખટખટાવી આવતા કૌભાંડ સામે આવ્યું છે.પટેલ દંપતી દ્વારા અન્ય કોઈને છેતર્યા છે કે નહિ તે અંગે પણ તપાસ શરુ હતી.

અંકલેશ્વર ના સુરવાડી ગામ ખાતે રહેતા અંજનાબેન પટેલ ગામ માં જ રહેતા સંગીતાબેન પટેલ અને એના પતિ ભરતભાઈ પટેલ દ્વારા લોભામણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લોન લઇ લીધી હતી. અને તે લોન થોડા રૂપિયા આપી તેમજ તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી. અંજના બેન પટેલ અને અન્ય લોકો ના ડોક્યુમેન્ટ આધારે અલગ અલગ બેંક માંથી 17.67.200 રૂપિયા ની લોન મેળવી તે રૂપિયા પટેલ દંપતી એ પોતાની પાસે રાખી લીધા હતા. જે બાદ 3 થી 4 હપ્તા હતા જે બાદ રૂપિયા ના ભરપાઈ કરતા બેંકો દ્વારા હપ્તા ની ઉઘરાણી કરતા લોકો તેમના નામે લાખો રૂપિયા ની લોન લઇ પટેલ દંપતી એ ફુલેકુ ફેરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે અંજનાબેન પટેલ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ગુનો નોંધ્યો હતો. પી.આઈ. પ્રગ્નેશ સિંહ ચાવડા ઊંડાણપૂર્વક તપાસ કરી તમામ પુરાવા એકત્ર કરી પોલીસ ફરિયાદ નોંધી હતી અને છેતરપિંડી આચરનારા ભરત ઠાકોર પટેલ ની ધરપકડ કરી હતી. અને તેની પૂછપરછ શરુ કરી હતી. પ્રાથમિક 40 વ્યક્તિ ના નામે 1 લાખ સુધીની લોન લીધી હતી. ગત જુલાઈ 2024 અત્યાર સુધીમાં 40 થી વધુ વ્યક્તિ ને ભરમાવી તેમના નામે લોન લઇ લોન ના રૂપિયા થી વૈભવી જીવન જીવી રહ્યા હતા. પોલીસે સંગીતા ભરત પટેલ નોટિસ ફટકારી છે. ત્યારે પટેલ દંપતી દ્વારા અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે તપાસ શરુ કરી હતી તેમજ લોકો પણ જો તેમની જોડે આ દંપતી દ્વારા છેતરપિંડી કરી છે. તો પોલીસ ને જાણ કરવા અપીલ ડી.વાય.એસ.પી. ડૉ. કુશળ ઓઝા એ કરી હતી.

Advertisement

Share

Related posts

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે હોમ ડીલેવરી તથા છૂટક વેચાણ કરવા નીકળેલ બુટલેગરને ઈકો ગાડી સાથે ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના માનસિંગપુરા ગામે મગરનાં ત્રાસથી ગ્રામજનો પરેશાન

ProudOfGujarat

ભરૂચના શક્તિનાથ સર્કલ પર પડોશી ચાઈનીઝનું પાર્સલ લેવા જતા એકટીવા ચોરાઈ ગઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!