Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા સાયક્લોથોન યોજવામાં આવી હતી.

Share

સ્વચ્છતા ના સંદેશ સાથે નીકળેલી સાયક્લોથોન માં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના સંદેશ સાથે સમગ્ર આયોજન કરાયું હતું. સાયક્લોથોન સાથે અન્ય કાર્યક્રમો પણ આયોજન કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે ને શાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. યોજાયેલી સાયક્લોથોન પ્રારંભ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે થી કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. તેની પૂર્ણાહુતિ નગરપાલિકા કચેરી સુધી યોજાઇ હતી. જે બાદ સ્વચ્છતા રેલી ત્રણ રસ્તા સર્કલ થી પીરામણ નાકા સુધી તેમજ શહેરી વિકાસ થીમ્સ આધારિત નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જે બાદ ઈ.સી.ડી.એસ. ના કાર્યક્ષેત્ર હેઠળ આંગણવાડીઓની મુલાકાત નવીનગરી અને બિરસા મુંડા હોલ ખાતે કરવામાં આવી હતી. જે બાદ નર્મદા નગર ખાતે વૃક્ષારોપણ ડ્રાઈવ નું પણ આયોજન કરવામાં આવી હતી. તેમજ જી વી પી રિમૂવેબલ ચેમ્પિયન વોર્ડ નંબર 1 થી 9 વચ્ચે યોજાઈ હતી. જે બાદ બપોરે ઇનોવેશન ટોક માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો ભાગ લીધો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રેલવે મંત્રાલયના વિરોધમાં વડોદરા શહેરના પ્રતાપ નગર સ્થિત આવેલ રેલવે કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

છોટાઉદેપુર : રાયછા રોડ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

કેટલાક કાયદાકીય નિયમો સહિત કર્ફયુના અમલ સાથે અમદાવાદમાં રથયાત્રાને મળી મંજૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!