Proud of Gujarat
INDIAFeaturedGujarat

કેટલાક કાયદાકીય નિયમો સહિત કર્ફયુના અમલ સાથે અમદાવાદમાં રથયાત્રાને મળી મંજૂરી.

Share

અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. પ્રદિપસિંહે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે. તેમજ પ્રસાદ પણ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહિ આવે ત્યાં સુધી બંધ રહેશે.

રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. રથયાત્રામાં માત્ર 5 વાહનો જ ઉપસ્થિત રહેશે. ખલાસીઓનો 48 કલાક પહેલા RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ. જ્યારે જેને પણ વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રીમતા આપશે. એક ડોઝ લેવો ફરજિયાત છે.

Advertisement

રથયાત્રાને પગલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ આજથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

નામદાર કોર્ટના આદેશોને અનુસરીને ગત વખતે રથયાત્રા કાઢી શક્યા ન હતા. પણ આ વખતે કોરોનાની સ્થિતિને જોતા રિકવરી રટે 98.54 થયો છે. ગઈકાલે કોરોના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. કેસોની સંખ્યા પણ બિલકુલ ઘટી ગઈ છે. આ બધી પરિસ્થિતિનો અભ્યાસ કરીને કોરોના પ્રોટોકોલની જાળવણી સાથે જ રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં કોરોનાની મહામારીનો વ્યાપ ન વધે તેનું ધ્યાન રાખવામાં આવશે. લોકોની શ્રદ્ધા અને આસ્થા વચ્ચે પ્રોટોકોલના પાલન સાથે રથયાત્રા નીકળશે. કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે જગન્નાથની રથયાત્રા નીકળશે. અમદાવાદમાં 144 મી રથયાત્રા નીકળશે. આ માટે રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવાશે. ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. તો CM અને DyCM પહિંદવિધિમાં હાજરી આપશે. કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રા નીકળશે, જેમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહિ અપાય. માત્ર પાંચ વાહનોને જ રથયાત્રામાં પરવાનગી અપાઈ છે. સાથે જ આ વર્ષે રથયાત્રામાં આ વખતે પ્રસાદ વિતરણ નહિ થાય. 19 કિમીની રથયાત્રા મંદિરમાં પરત ફરે તે માટે સવારે 7 થી બપોરે 2 વાગ્યે કરફ્યૂનો અમલ કરાવવામાં આવે. પણ રથ મંદિર પહોંચે તે સાથે જ કરફ્યૂ સમાપ્ત થશે.


Share

Related posts

પરણિતાના અપહરણના બનાવના મામલે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું

ProudOfGujarat

ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત જમીનનું વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ગોધરાના અગ્રણી શકીલ તિજોરીવાલાની FCIના બીજી વખત સભ્ય તરીકે નિમણુક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!