Proud of Gujarat
GujaratFeaturedINDIA

પરણિતાના અપહરણના બનાવના મામલે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરાશહેરના કલાલ દરવાજા વિસ્તારમાથી પસાર થતી પરણિતાને તલવારની અણીએ કારમાં બેસાડી અપહરણ કરી લઈ જતા ગોધરા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે હિન્દુ જાગરણ મંચના સંગઠન દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષકને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Advertisement

જીલ્લા પોલીસ અધિક્ષકને આપેલા આવેદનમાં જણાવામા આવ્યુ હતુ કે ગોધરા શહેરમાં 3/5/2018ના બપોરના અરસામા કલાલ દરવાજા પાસેના ભરચક વિસ્તારમાં એક કારમાં આવેલા શખ્શો દ્રારા તલવારની અણીએ એક પરણિતાનું અપહરણ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.જેના કારણે ભયનુ વાતાવરણ ફેલાયુ હતુ.અપહરણ થયેલી પરણિતા સાથે કોઈ અઘટીત ઘટના ના બને તે માટે તેને ઉઠાવી જનારાઓ સામે કાયદાકીય પગલા લેવામા આવે અને સજા થાય તેવીં માંગ કરી હતી.આવેદનપત્ર આપવા ગોધરાના હિન્દુ જાગરણ મંચના સંગઠનના કાર્યકરો,તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Share

Related posts

ભરૂચના વાલિયા ખાતેથી ખેતરની વાડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક વટસાવિત્રી પર્વ નિમિત્તે બહેનો દ્વારા પતિના લાંબા આયુષ્ય માટે વટવૃક્ષ ની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી ….

ProudOfGujarat

નડિયાદ સહિત અલગ અલગ જગ્યાએથી ૭ વાહનોની ચોરી કરનાર રિઢો ગુનેગાર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!