Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઓમાનના સલાલા બંદરે દ્વારકાના સલાયાના 4 યુવાનના ગેસ ગૂંગળામણથી મોત

Share

 
સલાયા: ઓમાનના સલાલા બંદરે ચારેક માસ પૂર્વે દરિયાઇ તોફાનમાં ડૂબી ગયેલા વહાણને બહાર કાઢયા બાદ તેમાંથી પંપ વડે પાણી બહાર કાઢતી વેળાએ ફુટવાલ ફિટ કરવા જતા ગેસ ગળતર થતા દ્વારકા જિલ્લાના સલાયાના ચાર યુવાનોએ જીવ ગુમાવતા ચારેય યુવાનોના પરિવારમાં ઘેરા શોકની લાગણી અને નાના એવા ગામમાં ભારે અરેરાટી પ્રસરી છે. બનાવની મળતી વિગત અનુસાર સલાયાના ચાર યુવાનો ઓમાનના સલાલા બંદરે ચારેક માસ પૂર્વે આવેલા વિનાશક દરિયાઇ તોફાનમાં પાણીની અંદર ગરક થયેલા વહાણ વલીદને ગુરૂવારના રાત્રે 2.30 કલાકની આસપાસ ક્રેઇનની મદદથી બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા હતાં.

આ દરમિયાન વહાણની અંદર ભરાયેલા પાણીને પંપની મદદથી બહાર કાઢી રહ્યા હતાં ત્યારે એક યુવાન નીચે ફુટવાલ ફિટ કરવા ઉતર્યો હતો. જે થોડા સમય સુધી બહાર ન આવતા મદદ માટે અન્ય ત્રણેય યુવાનો નીચે ઉતર્યા હતાં પરંતુ વહાણની નીચે ગેસ ગળતરને કારણે ચારેય યુવાનોના ગૂંગળામણથી મોત નિપજયા હતાં.બનાવની ઓમાનની સિકયુરિટી વિભાગને જાણ કરાતા જ તાકીદે સુરક્ષા જવાનોનો કાફલો દોડી આવ્યો હતો અને ચારેય યુવાન કિસન વિમલભાઇ ટીંબરાવારા (ઉ.વ.24), અક્ષય વિમલભાઇ ટીંબરાવારા (ઉ.વ.22), મૌસીમ જબાર કેર (ઉ.વ.23) અને હમીદ સલુ મોદી (ઉ.વ.40)ને બહાર કાઢીને સ્થાનિક હોસ્પિટલ ખસેડયા હતાં.પરંતુ તબીબે ચારેય યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયાનું જણાવ્યું હતું..સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચ : ગોકુળ આઠમનાં દિવસે ઘરે ઘરે ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મ પ્રસંગે ઉત્સવ યોજાશે.

ProudOfGujarat

ભૃગુ ધરા કો કરદો હરા ના સંકલ્પને સાકાર કરવા પ્રકૃતિ પ્રેમી યુવાનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા હલદર ગામે આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી.એ અંકલેશ્વરના સજોદ ગામથી એક જુગારીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!