Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જી. આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી આયોજિત સ્વ સહાય જૂથ – સ્વચ્છ ઘર – સ્વચ્છ ગામ હરીફાઈ યોજાય.

Share

વાંકલ ::

જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી દ્વ્રારા પ્રોજેકટ વિસ્તારમાં જરૂરિયાતમંદ મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે સ્વ સહાય જૂથોની રચના કરવામાં આવેલ છે. જૂથની રચના થઈ ત્યારથી એટલે કે નાણાકીય વર્ષ 2007-08 થી એક મહત્વના લોકભાગીદારી અને સમરસતના જોમ સાથે સ્વ સહાય જૂથનાં બહેનો દ્વ્રારા સ્વયં–સંચાલિત રીતે કરવામાં આવે છે.સ્વ સહાય જૂથોના સભ્યોમાં મહિલા સશકિતકરણ, સ્વ–રોજગાર, સંગઠન, આરોગ્ય અને સ્વચ્છતા અંગે ભાવના કેળવાય તેવા શુભ આશયથી “સ્વ સહાય જૂથ-સ્વચ્છ ઘર–સ્વચ્છ ગામ હરીફાઈ”નું 19માં વર્ષમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે.જે હેઠળ નાણાકીય વર્ષ 2025-26માં તા.03.10.2025 થી 16.10.2025 સુધી “સ્વ સહાય જૂથ–સ્વચ્છ ઘર–સ્વચ્છ ગામ હરીફાઈ”નું આયોજન કરવામાં આવેલ છે. આ સફાઈ અભિયાનમાં દર વર્ષની જેમ 25ગામોમાં કુલ 172 સ્વ સહાય જુથના અંદાજિત 1737 મહિલાઓ આ હરિફાઈમાં ભાગ લેનાર છે. જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી તરફથી ઇનચાર્જ સી.ઈ.ઓ શ્રી સચીન શાહના માર્ગદર્શન હેઠળ એન.પી.વઘાસિયા,મેનેજર (સી.ડી) તથા તેમની ટીમ દ્વ્રારા સદર સફાઈ અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરી ગામડે ગામડે ફરી મૂલ્યાંકનની કામગીરી ચાલુ છે.

Advertisement

Share

Related posts

સુરત સિવિલ હોસ્પિટલના ડાયાલિસીસ વિભાગમાં લાગી આગ, દર્દીઓમાં ભાગદોડ

ProudOfGujarat

ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છાત્રાઓનો ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ટ્રક્સ ઓનર્સ એસોસીએસન દ્વારા ખાણખનીજ વિભાગ ને આવેદન આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!