Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં વયસ્ક નાગરિકો માટે એક માર્ગદર્શક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જે.એન.પી.ટી. લાઇબ્રેરી ખાતે આ સેમિનાર યોજાયો હતો.

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા જે.એન.પી.ટી.ટી લાઈબ્રેરી ખાતે યોજાયેલા સેમિનારમાં સિનિયર સિટીઝનોને વિવિધ હેલ્પલાઇન નંબર વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ માં ખસ કરી ડિજિટલ એરેસ્ટ મામલે અને મહિલા સહાયતા અંગેની વિસ્તૃત માહિતીનો સમાવેશ થાય છે.આ પ્રસંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ. પી.જી. ચાવડા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વયસ્ક નાગરિકોને “પોલીસ હંમેશા પ્રજાની સાથે છે” તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરત : કોરોનાના કેસ વધતાં નવરાત્રિ નહીં યોજવાનો પાલિકાનો આદેશ

ProudOfGujarat

સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાની તાલીમાર્થી રાજ્ય કક્ષાએ યોગાસન સ્પર્ધામાં પ્રથમ આવી

ProudOfGujarat

એમ.એસ.યુનિવર્સીટીના સ્ટુડન્ટ યુનિયન અને ફિઝિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા “રન ફોર યુનિટી” મેરેથોન દોડ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!