Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ

Share

ભરૂચ 

સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નંબર-૭૨૮/૨૦૧૫ નાં કામે તા.૨૩/૧૦/૨૦૧૮ તા. ૩૦/૧૦/૫૦૧૮ તથા તા.૩૧/૧૦/૨૦૧૮ નાં હુકમથી દીવાળીનાં તહેવારો અને અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાનાં ઉત્પાદનવેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દશો કરેલ છે. તેના અમલીકરણ તથા દિવાળી તહેવારો દરમ્યાન  ફોડવામાં આવતા ફટાકડાનાં કારણે આગઅકસ્માતોનાં બનાવો ન બને અને જાહેર જનતાની જાન-માલની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભરૂચ જિલ્લામાં કટાકડાનાં ખરીદવેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી છે.

Advertisement

    અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૮૨૩ની કલમ-૧૬૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી)કલમ-૩૩(૧)(યુ) થી મળેલ સત્તાની રૂએ સમગ્ર ભરૂચ જિલ્લામાં નીચે મુજબનાં કૃત્યોનું ચુસ્ત પાલન કરવા માટે ફરમાવું છું.

(૧) દિવાળીનાં તહેવાર દરમ્યાન રાત્રિના ૨૦:૦૦ થી ૨:૦૦ કલાક દરમિયાન જ કટાકડા ફોડી શકાશે.

(૨) સીરિઝમાં જોડાયેલ ફટાકડા (ફટાકડાની લૂમ) થી મોટા પ્રમાણમાં હવા તથા અવાજનું પ્રદુષણ તથા ઘન કચરાથી જાહેર જનતાનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચે તેવા ફટાકડા રાખી શકાશે નહીં,ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.

 (3) હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માખ્ય ધ્વનિસ્તર (DECIBLE LEVEL) વાળા જ ફટાકડા  વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાનાં દરેક બોકસ ઉપર *PESO ની સુચના પ્રમાણેનું" માર્કિંગ હોવું જરૂરી છે.

      ૪) હોસ્પિટલનર્સિંગહોમઆરોગ્ય કેન્દ્રોશૈક્ષણિક સંસ્થાઓન્યાયાલયોધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાનાં વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારનાં ફટાકડા ફોડી શકાશે નહી.

૫) કોઈપણ પ્રકારનાં વિદેશી ફટાકડા આયાતસંગ્રહ કે વેચાણ કરી શકાશે નહીં.

૬) ઈ- કોમર્સ વેબસાઇટ ફલીપકાર્ટએમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાનાં વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં. ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં.

૭) લોકોને અગવડ ઉભી ન થાયકોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભરૂચ જિલ્લાનાં બજારોશેરીઓગલીઓજીહેર રસ્તાઓપેટ્રોલપંપએલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટએલ.પી.જી.ગેસ સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થો સંગ્રહ કરેલ ગોદામો નજીક ફટાકડા/દારૂખાનું ફોડી શકાશે નહીં.

૮) કોઈપણ પ્રકારનાં સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલુન) નું ઉત્પાદનસંગ્રહ કે વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાય નહી.

૯ ) ફટાકડા બનાવવા માટે બેરીયમનો ઉપયોગ કરવાનો રહેશે નહી.


Share

Related posts

અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફસાયા, સરકાર પાસે માંગી મદદ

ProudOfGujarat

પંચમહાલમાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતો ડાંગરનાં રોપણી કાર્યમાં જોતરાયા.

ProudOfGujarat

સાગબારા તાલુકાનાં કોડબા ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!