લાભ પાંચમ ના શુભ અવસરે ગણેશ સુગર ફેક્ટરી પરિસરમાં ધાર્મિક વિધિપૂર્વક પૂજા-અર્ચના યોજાઈ હતી. આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રાણા, ડિરેક્ટર ઓ તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પૂજા વિધિ બાદ સૌએ ફેક્ટરીની સતત પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ સુગર પરિવાર તરફથી સમાજમાં સુખ-શાંતિ અને સહકારની ભાવના વધુ મજબૂત બને તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી.
Advertisement
