ભરૂચ શહેરમાં સામે કોર્ટ કષ્ટભંજન મંદિર પાસે બનેલી ઘટના
ભરૂચ.
અંક્લેશ્વરના ભડકોદરાગામે રહેતો અને મુળ રાજપીપળાના મોટી ભમરી ગામનો કમલેશ ભારજી વસાવા છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેની પત્ની મનીષા તેમજ પુત્ર પિયુષ તેનાથી અલગ ખુંટાઆંબા ગામે રહેતાં હતાં. દરમિયાનમાં ગઇકાલે તે ભરૂચના શક્તિનાથ પાસે મજૂરી અર્થે આવ્યો હતો. સાંજના સમયે તેની બાઇક લઇને પરત અંક્લેશ્વર જવા માટે નિકળ્યો હતો. તે વેળાં કષ્ટભંજન હજુમાનજી મંદિરના ગેટ પાસે કોર્ટની સામે તેનો પુત્ર પિયુષ તેમજ પત્ની મનિષા તથા નરેશ માઢેરા ઉભેલાં જણાતાં તેણે પોતાની બાઇક રોડની સાઇડમાં ઉભી રાખ પુત્ર પિયુશને વાતચિત કરવા માટે બોલાવતાં તે ઉશ્કેરાઇ તેની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. અરસામાં તેની પત્ની પણ ત્યાં આવતાં તેણે તુ અહીં કેમ આવ્યો છે. તેમ કહીં ઝઘડો કર્યો હતો. તેવામાં કોન્ટ્રાક્ટર નરેશ માઢેરાએ પણ ત્યાં આવી તેણે પણ તેની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ નજીકમાં પડેલાં પેવરબ્લોકથી કમલેશની છાતી ઘા કરી ગંભીર ઇજાઓપહોંચાડી હતી.ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સીવિલહોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગનો નોંધ આગળની કાર્યવાહીા હાથ ધરી છે.
