ભરૂચ
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે ભારતમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે.આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા “રન ફોર યુનિટી-૨૦૨૫” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે૩૧ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ, શુક્રવારના દિવસે, સવારે ૭:૦૦ વાગ્યે યોજાશે. “રન ફોર યુનિટી કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર કચેરી, ભરૂચથી થશે, જે શક્તિનાથ સર્કલ – પંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થશે. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવા તથા પ્રતિજ્ઞા લેવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ખેલાડીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડસ, શાળાના વિદ્યાર્થીઓ, ભરૂચવાસીઓ તેમજ સર્વ રાષ્ટ્રપ્રેમી પ્રજાજન સહભાગી થાય તેમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Advertisement
