Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સમાજવાદી પાર્ટીની મહિલાઓ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મહિલા સુરક્ષા અંગે કડક કાયદા બને તેવી માંગણી કરી હતી.

Share

આજરોજ ભરૂચ જીલ્લાની સમાજવાદી પાર્ટીની મહિલા વિભાગ તથા નારી અદાલતની બહેનો દ્વારા જીલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું.જેમાં તેમણે દેશભરમાં મહિલાઓ પર થતાં અત્યાચાર અંગે ચિંતા રજૂ કરી આ દુષ્કર્મની ધટનાઓ “નારી સંરક્ષણ” ની વાતની પોલ ખોલી નાંખી હતી. આજે દેશભરમાં મહિલા, યુવતી, કિશોરી, બાળકીઓ સલામત નથી. બાળકીઓ ઘરમાં સલામત નથી. શાળાઓ, આશ્રમોમાં બાળકીઓ, કિશોરીઓ, યુવતીઓ સલામત નથી. આજે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી, બાળકી, કિશોરીને સમાજની ઉપેક્ષાઓ થતાં તેને ધણી પીડા થાય છે. સમાજમાં દુષ્કર્મની પીડાની વધુ યાતના ત્યારે અનુભવે છે જ્યારે ન્યાયીક પ્રક્રિયામાં થતાં વારને પગલે દુષ્કર્મ પીડિતા અને તેના પરિવાર જતો થાકી જાય છે માટે નારી અદાલતની કર્મચારીઓ સમાજવાદી પાર્ટીના આગેવાનો દ્વારા કડક કાયદો બનાવવામાં આવે અને ન્યાય વહેલી તકે મળે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં તાપી નદીના કિનારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી, જાણો શું છે કારણ ..?

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ચાર રસ્તા નજીક ધોરીમાર્ગ દુરસ્ત કરવાની કામગીરીથી રાહત.

ProudOfGujarat

નેત્રંગ તેમજ શુક્લતીર્થનાં નવા વેક્સીનેશન સેન્ટર પર લોકોની ભીડ ઉમટી !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!