Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની બિરલા કોપર કંપનીમાં ફોરક્લીપ ચાલકે કામદારને કચડી નાંખ્યો

Share

 

અકસ્માત સજર્યા બાદ ફોરક્લીપ ચાલક ઘટના સ્થળેથી ફરાર

Advertisement

ભરૂચ.

દહેજમાં આવેલાં કુલદિપ બિલ્ડીંગ ખાતે રહેતાં બિકાસકુમાર જવાહરવાલ સિંધ બિરલા કોપર કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં ક્રિષ્ણા એન્જીનિયરીંગ નામના કોન્ટ્રાક્ટમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ કંપનીમાં નોકરી પર હતાં. તે વેળાં એક સફાઈ કર્મચારીએ તેમની પાસે આવી જણાવ્યું હતું કે, બિરલા કોપર કંપનીના કોપર-૩ પ્લાન્ટમાં એક મોટી ફોરકલીપ નીચે એક કામદાર આવી જતાં અકસ્માત થયો છે, જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં તેમના જ કોન્ટ્રાકટમાં કામ કરતો સુરેન્દ્રકુમાર રાજેન્દ્ર પ્રસાદ (હાલ રહે. લખીગામ, મુળ રહે. મધ્યપદેશ) નો મોટી ફોરકલીપની નીચે ઊંધી હાલતમાં પડેલો હતો. તેમજ ફોરકલીપ ત્યાં જ બંધ હાલતમાં હતું અને ડ્રાઈવર ત્યાથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે બિરલા કોપર કંપનીમાં આવેલી આરોગ્ય હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડયું હતું. પ્રાથમિક પુછપછરમાં માલુમ પડયુ હતું કે, તેમના કોન્ટ્રાક્ટમાં મેઈન્ટેનન્સનું કામ કરતો સુરેન્દ્રકુમાર ચાલતો જઈ રહ્યો હતો. તે વેળાં ફોરકલીપ ચાલકે તેને અડફેટમાં લેતાં તેનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. બનાવને પગલે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, અકસ્માત સર્જનાર ડ્રાઇવર અન્ય કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોવાથી ફરિયાદી બિકાસકુમારને તેનુ નામઠામ માલુમ ન હોઇ તેણે અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં વાગરા પીએચસીના તબીબને બોલાવી તેમના થકી તેનુુ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અરસામાં અન્ય એક ટીમે બિરલા કોપર કંપનીમાં તપાસ કરતાં ડ્રાઇવરનું નામ ધર્મેન્દ્ર દેવમન્સી હોવાનું અને તે કંપનીમાં જ હોવાનું માલુમ પડતાં તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

દ્રૌપદી મુર્મૂ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનતાં ત્રણ તાલુકાના આદિવાસી સમાજનો આમોદ ખાતે અભિવાદન સમારંભ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ-દહેજ પોલીસે બળાત્કારના બે ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!